રેમ્પ ઉપર વૉક કરતા કરતા અચાનક મોડલ પોતાના કોટથી દર્શકોને મારવા લાગી? સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

કોઈપણ ફેશન શોમાં દરેકનું ધ્યાન સુંદર મોડલ્સ અને તેમની શૈલી પર કેન્દ્રિત હોય છે. પરંતુ હાલમાં એક મોડલે રેમ્પ વોક દરમિયાન એવું કર્યું કે જેની ચર્ચા હવે દરેક જગ્યાએ થઈ રહી છે. રેમ્પ વોક દરમિયાન એક મોડલ દર્શક સાથે ઝઘડી પડી હતી. એક ફૂટેજમાં એક મોડેલને પ્રેક્ષક હોલમાં બેઠેલા એક વ્યક્તિ પર તેના રેમ્પ વૉક શરૂ કરવા દરમિયાન તેના કોટથી હુમલો કરતી જોવા મળી હતી, જેના બાદ આ વીડિયો ખુબ જ વાયરલ થઇ ગયો.

અત્યાર સુધી આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ અને ટિકટોક પર લાખો દર્શકો જોઈ ચૂક્યા છે. વાયરલ થઈ રહેલી ક્લિપમાં એક મોડેલ લવંડર અને બ્લેક સ્કર્ટ સેટમાં કેટવોક કરતી વખતે જોવા મળે છે. જે ચારેબાજુ હવામાં પોતાનો કોટ લહેરાવતી જોવા મળે છે. જે પછી તે આગળ વધે છે અને અચાનક જ અટકી જાય છે અને તેના કોટને ઉછાળી દર્શકને મારવાનો પ્રયાસ કરે છે. મોડલની આ આખી એક્શન કેમેરામાં કેદ થઈ ગઈ.

વીડિયો ડિઝાઇનર ક્રિશ્ચિયન કોવાનનો શો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં મોડેલ તેનું રેમ્પ વોક ચાલુ રાખતી જોઈ શકાય છે. આ દરમિયાન તેના હાવભાવ પણ સામાન્ય રહે છે, જાણે કંઈ થયું નથી. જાણવામાં આવી રહ્યું છે કે ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોને Tiktok પર 2 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જેને ગયા અઠવાડિયે ડિઝાઈનર ક્રિશ્ચિયન કોવાને ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by CHRISTIAN COWAN (@christiancowan)

તમને જણાવી દઈએ કે આ ફૂટેજ ગત વર્ષની જણાવવામાં આવી રહી છે. તો આ વખતે તેના વાયરલ થવા પાછળનું એક કારણ એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ડિઝાઇનર ક્રિશ્ચિયન કોવાન 11 ફેબ્રુઆરીથી શરૂ થનારા ન્યૂયોર્ક ફેશન વીકની તૈયારીઓમાં વ્યસ્ત છે. ખરેખર, મોડેલની આ ક્રિયા પહેલાથી જ આયોજન કરવામાં આવી હતી. જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.

Niraj Patel