અમેરિકી મોડલ સબરીના નિકોલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેની તસવીરોનો ઉપયોગ ઘણા લોકો કૈટફિશિંગ માટે કરી ચુક્યા છે. કૈટફિશિંગ એટલે કે એક એવો કોન્સેપટ જેમાં ફેક તસવીરો દ્વારા સોશિયલ મીડિયા ઉપર પ્રોફાઈલ બનાવવામાં આવે છે અને પછી લોકોને ફસાવવામાં આવે છે. તેમની પાસેથી પૈસા પણ લૂંટી લેવામાં આવે છે. સબરીનાનાનું કહેવું છે લોકો પછી તેની પાસે માંગવા આવે છે.
તેને વાઇસ વર્લ્ડ ન્યુઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે મને નથી ખબર કે મારો ચહેરો આટલો લોકપ્રિય છે કે મારા નામ ઉપર અત્યારસુધી હજારો ફેક એકાઉન્ટ બની ચુક્યા છે. કેટલાક એકાઉન્ટના સહારે લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર પૈસા કમાય છે તો કેટલાક એકાઉન્ટના સહારે ભોળા લોકો પાસે પૈસા પડાવી લેવામાં આવે છે.
તેને આગળ જણાવ્યું કે મેં છેલ્લા કેટલાક વર્ષોમાં સેંકડો હજારો એકાઉન્ટને રિપોર્ટ કર્યા છે. આ એ સમય હતો જયારે હું ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા ઉપર વધારે લોકપ્રિય નહોતી. તો મારી પાસે ઘણો સમય રહેતો હતો. હું બસ રોજ આ એકાઉન્ટને રિપોર્ટ કરતી હતી અને એ ક્યારેય પુરા થતા જ નહોતા.
સબરીનાએ કહ્યું કે મને એ લોકો માટે ખરાબ લાગે છે જેમને મારી તસવીરોનો ઉપયોગ કરીને બેવકૂફ બનાવવામાં આવે છે અને તેમની પાસેથી પૈસા પડાવી લેવામાં આવે છે. પરંતુ ઈમાનદારીથી કહું તો આ મારી સમસ્યા નથી. મને લાગે છે કે કોઈપણ માણસને આ રીતે હજારો ડોલર્સ આપતા પહેલ વિચારો સમજો અને દરેક પ્રકારે તપાસ કરવી જોઈએ.
તેને આગળ જણાવ્યું કે તકનીક આપણને એટલી આગળ લઈને ચાલી ગઈ છે કે આપણે વીડિયો કોલના સહારે માલુમ કરી શકીએ છીએ કે આપણે સાચા માણસ સાથે વાત કરી રહ્યા છીએ કે ખોટા માણસ સાથે. એવામાં કોઈએ પણ કોઈપણ અજાણી છોકરી ઉપર પોતાની મહેનતની કમાણી આ રીતે લૂંટાવી ના જોઈએ જ્યાં સુધી તમે સંપૂર રીતે આશ્વસ્ત ના થઇ જાવ.
સબરીનાએ કહ્યું કે આના કારણે તેને પરેશાની થાય છે. કારણ કે ઘણા લોકો તેને મેસેજ કરવા લાગે છે કે મેં તેમના પૈસા લઇ લીધા છે. જયારે તેમને એ વાત માલુમ નથી કે તેમને મૂરખ બનાવવામાં આવ્યા છે. મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ ઉપર શિકંજો કસવો જોઈએ કરણ કે હેવ આ પ્લેટફોર્મ જીવવનો મહત્વનો ભાગ બની ચૂક્યું છે.