બિસ્કિટ ખાતા જ આ મોડેલને થઇ ગયો લકવો, 8 વર્ષથી છે પથારી ઉપર, હવે મળશે 222 કરોડ

આજે મોટાભાગના લોકો હેલ્દી રહેવા માટે પીનટ્સ બટરનો ઉપયોગ કરે છે. પરંતુ આ દરમિયાન ખબર આવી રહી છે કે અમેરિકાની મોડલ અને અભિનેત્રી શાંટેલ ગયાકેલોનને પીનટ બટર બિસ્કિટ ખાવાના કારણે બ્રેઈન ડેમેજ થઇ ગયું છે.

હવે લાસ વેગાસની કોર્ટ દ્વારા તેના મેડિકલ ખર્ચ અને માનસિક ભાવનાત્મક મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા તેના પરિવારને 29.5 મિલિયન ડોલર્સ એટલે કે લગભગ 222 કરોડ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે.

વર્ષ 2013માં શાંટેલ લાસ વેગાસમાં મેજીક ફેશન ટ્રેડ શોમાં મોડેલિંગ કરી રહી હતી. તે દરમિયાન તેની મિત્ર તારાએ તેને દહીંની જેમ ટેસ્ટ કરવા વાળો યોગર્ટ અને પ્રેટજેલ આપ્યું હતું. પ્રેટજેલ એક પ્રકારનો વીસ્કીટ હોય ચેહ અને આ બિસ્કીટમાં પીનટ બટર પણ હતું.

શાંટેલને પીનટ બટરથી એલર્જી હતી પરંતુ તેને નહોતું ખબર કે આ બિસ્કિટની અંદર પીનટ બટર પણ રહેલું છે. તો તેની મિત્ર તારાને પણ નહોતી ખબર કે શાંટેલને પીનટ બટરથી એલર્જી છે. શાંટેલ આને ખાધા બાદથી જ ઈનફાયલેક્ટિક શોકમાં ચાલી ગઈ હતી.

આ શોકની સ્થિતિમાં ephinephrine નામનું ડ્રગ આપવામાં આવે છે. જો કે આ ડ્રગને તરત ના આપવામાં આવે તો હાલત વધારે ગંભીર થઇ શકે છે.

શાંટેલના વકીલે કહ્યું કે જયારે તે હોસ્પિટલમાં ગયા ત્યારે તેને ડ્રગ નહોતું આપવામાં આવ્યું જેના કારણે તેની હાલત વધારે ખરાબ થઇ ગઈ.

એ સમયે શાંટેલની ઉંમર 27 વર્ષની હતી અને તે આને ખાઈને શોકમાં ચાલી ગઈ હતી. તેને તરત હોસ્પિટલ પણ લઇ જવામાં આવી પરંતુ ત્યાં તેની હાલત વધારે ખરાબ થઇ ગઈ હતી.

શાંટેલના વકીલનું કહેવું છે કે હોસ્પિટલમાં સારવાર બાદ તેનું દિમાગ થોડી મિનિટો માટે બંધ થઇ ગયું હતું.

શાંટેલને આ ધનરાશિ મળવાનું મુખ્ય કારણ એ પણ છે કે તેને સમય ઉપર પેરામૅડિકસ યોગ્ય ટર્ટમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં ના આવી. મોડેલના વકીલનું એમ પણ કહેવું છે કે એલર્જીના રિએક્શનના કારણે તેને epinephrine જરૂર હતી પરંતુ તેને આ ડ્રગ પણ ઉપલબ્ધ ના કરાવવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે 35 વર્ષની શાંટેલ આ ઘટના બાદ હજુ સુધી બહાર નથી આવી શકી. તેને હજુ પણ લકવા હટાયેલો છે. તે 24 કલાક પોતાના પરિવારની દેખરેખમાં રહે છે. તે ફક્ત એક આઈ ગેજ કમ્પ્યુટરના સહારે પોતાની આસપાસના લોકોને કમ્યુનિકેટ કરી શકે છે.

Niraj Patel