અમિતાભ અને શાહરુખ સાથે કામ કરી ચુકેલી આ સુપર મોડેલ ચૂંટણીમાં હારી કે જીતી? જાણો

ગુજરાતની અંદર ઘણી ગ્રામ પંચાયતની ચૂંટણી ગત રવિવારના રોજ યોજાઈ હતી, જેમાં ઘણા લોકોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીનું પરિણામ ગઈકાલે મંગળવારના રોજ આવી ગયું, જેના બાદ ઘણા લોકો જીતીને જશ્ન મનાવતા જોવા મળ્યા તો કોઈ હારનો માતમ મનાવી રહ્યું હતું.

આ બધા વચ્ચે જ લોકોની નજર અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચુકેલી એક મોડેલે સંખેડા તાલુકાના કાવીઠા ગામની એશ્રા પટેલ ઉપર હતી, તેને પણ આ વર્ષે સપંચની ચૂંટણી માટે દાવેદારી નોંધાવી હતી, ત્યારે લોકોને જાણવાની ઈચ્છા હતી કે આખરે એશ્રા પટેલની જીત થઇ કે હાર.

તો તમને જણાવી દઈએ કે સરપંચની ચૂંટણીમાં એશ્રા પટેલની કારમી હાર થઇ છે.એશ્રા પટેલની જ્યોતિબેન સોલંકી સામે હાર થઈ છે. જ્યોતિબેનને 559 મત મળ્યા, જ્યારે એશ્રા પટેલ ને 430 મત મળ્યા હતા. એશ્રાના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે.

એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ કરે છે. તે શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે.

Niraj Patel