અમિતાભ અને શાહરુખ જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચુકેલી બોલ્ડ અને ખુબસુરત આ મોડેલે હવે ગુજરાતમાં સરપંચની ચૂંટણી માટે નોંધાવી દાવેદારી, જુઓ કોણ છે તે ?

ગુજરાતમાં હાલ ગ્રામ પંચાયતમાં સરપંચ માટેની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ઘણા લોકો સપરપંચ બનવા માટે પોતાની દાવેદારી નોંધાવતા હોય છે, પરંતુ હાલમાં એક ખબર ખુબ જ ચર્ચાનો વિષય બની છે, જેમાં અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કરી ચુકેલી એક મોડેલે પણ ગુજરાતના એક ગામમાં સરપંચની ચૂંટણી માટેનું ફોર્મ ભર્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ સંખેડા તાલુકાના કાવીઠા ગામની અને અને મુંબઈમાં મોડેલિંગ કરતી એશ્રા પટેલે પણ પોતાના ગામમાં સરપંદ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. એશ્રાના પિતા નરહરી પટેલ પણ ગામના સરપંચ રહી ચૂક્યા છે, તેમજ તા.પં.ના સભ્ય અને એપીએમસી, બોડેલીના પણ ચેરમેન રહી ચૂક્યા છે. તેથી દીકરી પણ પિતાના પગલે રાજનીતિ તરફ આગળ વધી રહી છે.

એશ્રા પટેલ વર્ષોથી મુંબઈમાં મોડેલિંગ કરે છે. તે શાહરૂખ ખાન અને અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજ કલાકારો સાથે પણ એડમાં કામ કરી ચૂકી છે. તેણે ટોચની બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું છે. જેમાં પોંડ્સ, પેંટિન, પ્રોવોગ, એશિયન પેઇંટ્સ, રેમંડ શૂટિંગ્સ સામેલ છે. તો 100 જેટલી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે.

એશ્રા પટેલને મોડેલિંગમાં કામ કરવાની સાથે સાથે એવો પણ વિચાર આવ્યો કે તે પોતાના ગામ માટે પણ કઈ સારું કરે જેના કારણે તેને રાજકારણમાં આવવાનો વિચાર કર્યો અને તેની શરૂઆત તેને સરપંચની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી દીધી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ચુટંણીમાં એશ્રાનો વિજય થાય છે કે નહીં.

Niraj Patel