મોડાસામાંથી બે સંતાનોના પિતા અને શાળાના આચાર્ય બે બાળકોની માતા સાથે પ્રેમ કરી અને ભાગી ગયો, પરિવારજનો પણ શરમમાં મુકાઇ ગયા

મોડાસામાં મોટા મોટા બે બાળકોના આચાર્ય પિતાનું બે બાળકોની માતા સાથે શરૂ થયું પ્રેમ પ્રકરણ, લઈને ભાગી ગયો ચોટીલા, પછી કહાનીમાં આવ્યો એવો વળાંક કે… જુઓ

એવું  કહેવાય છે કે પ્રેમને ઉંમરના બંધનો ક્યારેય નડતા નથી, ઘણીવાર પ્રેમની એવી ઘટનાઓ સામે આવે છે કે આપણે પણ હેરાન રહી જઈએ. છેલ્લા થોડા સમયમાં જ ઘણી એવી ઘટનાઓ સામે આવી છે જેમાં પ્રેમમાં પડેલા બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિની ઉંમર કેટલાય ઘણી વધારે હોય છે, જેના કારણે આવી ઘટનાઓ ચર્ચાનો પણ વિષય બનતી હોય છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

હાલ એવી જ એક ઘટના મોડાસામાંથી સામે આવી છે, જેમાં બે બાળકોનો પિતા અને સ્કૂલનો પ્રિન્સિપાલ બે બાળકોની માતા સાથે ભાગી ગયો હતો. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચારી મચાવી દીધી હતી. આ બંનેના સંતાનો પણ મોટી ઉંમરના હોવાના કારણે તેમને પણ શરમથી નીચું જોવાનો વારો આવ્યો હતો.

આ ઘટના ગત 24 જૂનના રોજ બની હતી. આસપાસના વિસ્તારમાં આ ઘટના વાયુ વેગે પ્રસરતા પોલીસ મથકે પણ આ ઘટનાની જાણવા જોગ ફરિયાદ આપવામાં આવી હતી, જેના બાદ આ બંનેને શોધવા માટે પોલીસે પણ કાર્યવાહી શરૂ કરી હતી. જેના બાદ પોલીસના ધ્યાનમાં આવ્યું કે તે બંને ચોટીલામાં છે. જ્યાંથી તેમને પકડીને મોડાસા લાવવામાં આવ્યા હતા.

મોડાસામાં લાવ્યા બાદ મહાહિલાને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઘરે લઇ જવામાં આવી હતી. હાલ પરિવાર દ્વારા આ બંનેને સમજાવીને મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાલ સમગ્ર પંથકમાં આ મામલાને લઈને લોકોમાં ચર્ચાનો માહોલ ગરમાઈ રહ્યો છે. લોકોના મોઢે ફક્ત એક જ વાત ચાલી રહી છે કે આટલી મોટી ઉંમરના શિક્ષક અને આચાર્યના હોદ્દા ઉપર હોવા છતાં જો આવી હરકત કરે છે તો બાળકોને શિક્ષણ કેવું આપશે એની અપેક્ષા શું રાખી શકાય ?

Niraj Patel