ગણપતિના મોદક બનાવવાનો શાનદાર વીડિયો થયો વાયરલ, લોકોનું દિલ જીતી રહી છે રેસિપી, તમે પણ જુઓ વીડિયો

હાલ આખા દેશમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને ગણપતિ બપ્પાના ભક્તો ગણેશ પંડાલમાં જઈને બાપ્પાના દર્શન કરી પાવન પણ બની રહ્યા છે.  તો સાથે જ બાપ્પાના મનગમતા મોદક પણ તેમને પ્રસાદ તરીકે અર્પણ કરી રહ્યા છે. ઇન્ટરનેટ ઉપર પણ મોદક બનાવવાના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ત્યારે હાલ બાપ્પાના પ્રસાદમાં ધરાવવામાં આવતા મોદક બનાવવાની રેસિપીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયોમાં એક વ્યક્તિ મોદક બનાવતો જોઈ શકાય છે. તમે પણ આ રેસિપી એકવાર જરૂર ટ્રાય કરો. તમને જણાવી દઈએ કે આ વીડિયો રાજસ્થાનનો છે અને અહીં કેટલીક મહિલાઓ મોદક બનાવતી જોઈ શકાય છે. ગણપતિના ભક્તો દર વર્ષે ગણેશ ચતુર્થી પર ખૂબ જ પ્રેમથી બાપ્પા માટે ખાસ મોદક તૈયાર કરે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સંપૂર્ણ લિંક પણ કેપ્શનમાં આપવામાં આવી છે જે YouTube પર પોસ્ટ કરવામાં આવી છે. માત્ર થોડા જ કલાકોમાં આ મોદકની રેસિપીએ ઘણા લોકોના દિલ જીતી લીધા છે. વીડિયો જોઈને ઘણા લોકોએ રેસિપીના વખાણ પણ કર્યા. તમને જણાવી દઈએ કે ઘણા લોકો માને છે કે ગણેશ ચતુર્થીના તહેવાર પર મોદક ખાવાની મજા જ કંઈક અનેરી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Amar Sirohi (@foodie_incarnate)

તમને જણાવી દઈએ કે થોડા જ કલાકોમાં આ વીડિયોને હજારો લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં, ઘણા લોકો કોમેન્ટ સેક્શનમાં ગણેશ ચતુર્થીની શુભેચ્છા આપતા જોવા મળ્યા હતા. જોકે, વીડિયોમાં તેને જોઈને કેટલાક લોકો તેને લાડુ કહેતા જોવા મળ્યા હતા. તો ઘણાને આ રેસિપી ખુબ જ પસંદ પણ આવી છે.

Niraj Patel