‘ઓપરેશન ગંગા’ની મજાક ઉડાવતા દેખાય આ ભારતીય વિધાર્થીઓ, લોકોનો ગુસ્સો આસમાને કહ્યું કે આમને અધવચ્ચેથી યુક્રેન પરત મોકલો

ગુરુવાર સવારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. અને આ યુદ્ધ વચ્ચે આપણી સરકારે ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. રવિવારે યુક્રેનથી ત્રીજી ફ્લાઇટ ભારત પહોંચી ચુકી છે.

 

મીડિયા રિપોર્ટ્સ મુજબ ત્રીજી ફ્લાઇટમાં 240 ભારતીય નાગરિકો સુરક્ષિત પરત ફર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યુ, 240 ભારતીય નાગરિકોની સાથે ઓપરેશન ગંગાની ત્રીજી ફ્લાઇટ બુડાપેસ્ટ (હંગરી) થી દિલ્હી પહોંચી ચુક્યો છે.

ઘણા સ્ટુડન્ટ્સના માબાપ પણ તેનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. એક સ્ટુડન્ટના પપ્પાએ કહ્યુ છે કે, બસો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિમાન ઉપલબ્ધ કરાવવામાં આવ્યા અને અમારી પાસે પૈસા લીધા નથી. મારી પુત્રી યુક્રેનના પશ્ચિમી ભાગમાં હતી જ્યાં તે સમયે યુદ્ધ શરૂ થયું નહોતું. હવે તે અહીં પહોંચી ગઈ છે. મને ખુશી થઈ રહી છે.

ઘણા સ્ટુડન્ટ્સના મોબાઈલ નંબર ન લાગતા પેરેન્ટ્સની સ્થિતિ કફોડી બની ગઈ છે. પોતાના વહાલસોયાની ત્યાં શું સ્થિતિ હશે તેની કંલ્પના કરતા અનેક માતા-પિતા રડી રહ્યા છે. યુદ્ધ વચ્ચે ફસાયેલા આપણા લોકોને બહાર લાવવા માટે ભારત સરકાર ‘ઓપરેશન ગંગા’ ચલાવી રહી છે.

આ અંતર્ગત ઘણા ભારતીઓને બહાર કઢાયા છે અને હજુ બીજા લોકોને લવાઈ રહ્યા છે. આવામાં એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો છે જેમાં બસમાં બેઠેલા ભારતીઓ આટલી ગંભીર સ્થિતિની મજાક ઉડાવે છે. બચાવી લો…. બચાવી લો… ની હસતાં હસતાં બૂમો પાડી રહ્યા છે.

આ વીડિયો વાઈલર થતા અનેક લોકોએ ઉગ્ર પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોનો આ વીડિયો જોઈને મગજ પણ ગયો છે અને કહી રહ્યા છે કે ઓપરેશન ગંગાની આ તે કેવી મજાક, આમને અધવચ્ચેથી જ પરત મોકલો.

ટ્વીટર પર લોકો કમેન્ટ કરી રહ્યં છે કે भारत से दूर रहें है ,संस्कार ना मिले ढंग से, नाम पता करके अच्छे ढंग से संस्कार दो इनको तब समझ में आएंगे की भारत में लोग अपने संस्कार अपनी संस्कृति से जाने जाते हैं। They look all awaara gawaars, if their parents can spend so much on studies toh 1-1.5 lakh ki airlines ticket nahi dilwa sakte thee pehle

યુદ્ધ વિશે અપડેટ જાણીએ તો યુક્રેનનો દાવો છે કે અત્યાર સુધીમાં દેશ રશિયાના હુમલામાં 198 લોકોની ડેથ થઇ છે. જેમાં 33 બાળકો પણ સામેલ છે. આ ઉપરાંત 1115 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું કે રશિયાના હુમલાના લીધે ચર્નોબિલ ન્યુક્લિયર પ્લાન્ટની પાસે રેડિએશનનું જોખમ 20 ગણુ વધી ગયું છે.

રશિયાએ બેલારુસમાં યુક્રેનને શાંતિ મંત્રણા માટે આમંત્રણ આપ્યું છે પણ યુક્રેનને રશિયાએ સૂચવેલું સ્થળ મંજૂર નથી તે બીજી જગ્યાએ મંત્રણા કરવા માગે છે. યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ બેલારુસમાં વાતચીત કરવાનો ઈન્કાર કરી દીધો છે. રશિયા પડોશી દેશ બેલારુસમાં શાંતિ મંત્રણા કરવા તૈયાર છે પરંતુ યુક્રેનને આ સ્થળ પસંદ નથી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

YC