દેશના માથે “મોચા” નામનું મહાસંકટ, મે મહિનામાં જ આવી રહ્યું છે ભયાનક વાવાઝોડું, હવામાન વિભાગની આગાહી, અંબાલાલે પણ કરી આ આગાહી.. જુઓ

મે મહિનામાં જોવા મળશે ગુજરાતમાં વારંવાર માવઠાની અસર, ભીષણ ચક્રવાત પણ આવશે, જુઓ અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની આગાહી

Cyclone Mocha News : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ ડામાડોળ જોવા મળી રહ્યું છે. એક તરફ ગરમીનો પારો વધી રહ્યો છે તો બીજી તરફ વરસાદ છાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. એક તરફ ગરમીનો ચમકારો છે તો બીજી તરફ ઠંડો પવન પણ આવી રહ્યો છે. તો રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદી ઝાપટા અને પવન પણ જોવા મળી રહ્યો છે.

ત્યારે હાલ ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે (2 મે) ના રોજ જણાવ્યું હતું કે 6 મેની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાની સંભાવના છે અને પરિણામે, આગામી 48 કલાકમાં હવાના ઓછા દબાણનો વિસ્તાર વિકસિત થવાની સંભાવના છે. યુએસ વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ ગ્લોબલ ફોરકાસ્ટ સિસ્ટમ (GFS) અને યુરોપિયન સેન્ટર ફોર મિડિયમ-રેન્જ વેધર ફોરકાસ્ટ્સ (ECMWF) એ બંગાળની ખાડી પર ચક્રવાતની રચનાની આગાહી કર્યા બાદ IMDનું નિવેદન આવ્યું છે.

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું, “કેટલીક સિસ્ટમોએ તેને ચક્રવાત હોવાની આગાહી કરી છે. અમે જોઈ રહ્યા છીએ. નિયમિત અપડેટ્સ આપવામાં આવશે.” ખાનગી હવામાન આગાહી કરતી એજન્સી, સ્કાયમેટ વેધરે કહ્યું, “મે 2023 ના પહેલા પખવાડિયામાં ચક્રવાતી તોફાનની ખૂબ ઓછી સંભાવના છે.”

તમને જણાવી દઈએ કે એપ્રિલમાં હિંદ મહાસાગરમાં કોઈ ચક્રવાતી તોફાન વિકસિત થયું. આ રીતે, આ સતત ચોથું વર્ષ છે જ્યારે ગયા મહિને કોઈ ચક્રવાતી તોફાન થયું ન હતું. જો અધિકૃત રીતે પુષ્ટિ થાય, તો વિશ્વ હવામાન સંસ્થા (WMO) અને યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કમિશન ફોર એશિયા એન્ડ ધ પેસિફિક (ESCAP) દ્વારા અપનાવવામાં આવેલી નામકરણ પદ્ધતિ હેઠળ ચક્રવાતનું નામ ‘મોચા’ રાખવામાં આવશે.

યમને આ ચક્રવાતનું નામ તેના લાલ સમુદ્રના કિનારે આવેલા બંદર શહેર ‘મોચા’ના નામ પર સૂચવ્યું છે. તો બીજી તરફ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ ચક્રવાતને લઈને આગાહી કરી હતી. તેમના જણાવ્યા અનુસાર મે મહિનામાં ગુજરાતમાં વારંવાર માવઠુ થશે અને તાપમાનમાં પણ ઉતાર ચડાવ જોવા મળશે. આ ઉપરાંત તેમને મે માસમાં ભીષણ ચક્રવાતી તોફાન આવવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી.

Niraj Patel