બાપ રે! આ વ્યક્તિના પેટમાં 6 મહિનાથી પડ્યો હતો મોબાઈલ, એક્સરે જોઈને ડોક્ટરો પણ દંગ

ઘણીવાર લોકો એવી મુશીબતમાં ફસાય જાય છે જેને જાણીને દરેક લોકો મોમા આંગળી નાખી દે છે. નાના બાળકો ઘણીવાર રમતા રમતા કોઈ વસ્તુ ગળી જતા હોય છે. પરંતુ કોઈ વ્યક્તિ મોબાઈલ ગળી જાય તો તમને માનવામાં નહીં આવે. આજે અમે આવી જ વિચિત્ર ઘટના વિશે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

એક માણસ પેટમાં દુખાવાની ફરિયાદ કરીને ડોક્ટર પાસે ગયો. પરંતુ જ્યારે ડોકટરોએ તપાસ માટે તેનો એક્સ-રે કર્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયા. ખરેખર, દર્દીના પેટમાંથી મોબાઇલ ફોન નીકળ્યો. જાણવા મળ્યું કે આ મોબાઈલ લગભગ 6 મહિના સુધી દર્દીના પેટમાં પડેલો હતો. ચાલો જાણીએ આખી કહાની શું છે,

યુકેના અહેવાલ અનુસાર, ઇજિપ્તની અસવાન યુનિવર્સિટી હોસ્પિટલમાં એક 33 વર્ષીય વ્યક્તિએ પેટની સર્જરી કરાવી હતી. ડોક્ટરોએ તેના પેટમાંથી આખો મોબાઈલ બહાર કાઢ્યો. આ મોબાઈલ છેલ્લા 6 મહિનાથી તેના પેટમાં હતો. તેમ છતાં, જો કે દર્દીના પેટમાંથી મોબાઈલ ફોન નીકળશે, તેનો ડોક્ટરોને પણ બિલકુલ ખ્યાલ નહોતો.

અત્યારે દર્દીએ મોબાઇલ કેવી રીતે ગળ્યો તે જાણી શકાયું નથી. પણ તેને આશા હતી કે તેના પેટમાં અટવાયેલો મોબાઈલ કુદરતી રીતે બહાર નિકળી જશે. પરંતુ કમનસીબે તે તેના પેટમાં જ અટકી રહ્યો. તેને ખાવા -પીવામાં તકલીફ પડી રહી હતી. થોડા સમય પછી તે જીવલેણ બની ગયો, જેના કારણે તેણે તાત્કાલિક સર્જરીની જરૂરિયાત ઉભી થઈ.

ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા : જ્યારે તે ડોકટરો પાસે ગયો, ત્યારે તેણે પેટમાં દુખાવો, આંતરડા અને પેટના ઈન્ફેક્શનની સારવાર શરૂ કરી. પરંતુ જ્યારે તેમને ખબર પડી કે તેના પેટમાં મોબાઈલ ફોન છે, ત્યારે તે સ્તબ્ધ થઈ ગયો. યુએઈના મીડિયા આઉટલેટ ગલ્ફ ટુડેના જણાવ્યા અનુસાર, આસવાન યુનિવર્સિટી હોસ્પિટલના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ચેરમેન મોહમ્મદ અલ-દહસૌરીએ જણાવ્યું હતું કે તેમણે પ્રથમ વખત આવો કેસ જોયો છે જેમાં કોઈ દર્દીએ આખો મોબાઈલ ગળી ગયો હોય.

YC