ખબર

આ મહિલા મોબાઈલમાં વાત કરવામાં એટલી મશગુલ હતી કે બેસી ગઈ સાપના જોડા પર, પછી જે થયું એ ચોંકાવનારું હતું

આપણે ઘણી વાર જોતા હોય છે કે, માણસ મોબાઈલમાં એવી થઇ પ્રકારની ખબર રહેતી નથી. ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. એક પરણિતા સાથે જે થયું તે ચોંકાવનારું હતું. પરણિતા તેના વિદેશ રહેતા પતિ સાથે વાત કરી રહી હતી. આ દરમિયાન તે વાતચીતમાં એટલી મશગુલ થઇ ગઈ કે તેની આજુબાજુ શું છે તેનું ભાન પણ રહ્યું ના હતું. વાતચીતમાં મગ્ન થઇ ગઈ કે તે સાપના જોડા પર બેસી ગઈ હતી. આ બાદ સાપે તેને ડંખ મારી દીધો હતો. આ મહિલા બેહોશ થઇ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસડેવામાં આવતા મહિલાનું મોત નીપજ્યું હતું.

Image Source

આ ઘટના ગોરખપુરના ગહા જિલ્લાના રિયાવ ગામની છે. અહીં ગામનો યુવાન જયસિંહ યાદવ તેના કામના કારણે થાઈલેન્ડ રહે છે. જયસિંહ તેની પત્ની ગીતા સાથે લાંબો સમય સુધી ફોનમાં વાત કરતો રહે છે. રાતે પતિનો ફોન આવતા ગીતા ફોનમાં વાત કરવામાં મશગુલ થઇ ગઈ હતી. તે ફોનમાં વાત કરતા-કરતા સાપના કપલ પર બેસી ગઈ હતી.

Image Source

જેવી ગીતા બેડ પર બેઠી ત્યાં પહેલાથી જ હાજર રહેલા સપના જોડાએ ગીતાને ડંખ મારી દીધો હતો. આ બાદ ગીતા બેહોશ થઇ ગઈ હતી. આ બાદ તેને તુરંત જ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેને બચાવી શકાય ના હતી. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ગ્રામજનોએ સાપના જોડાને પણ મારી નાખ્યા હતા.

Image Source

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સાપનું જોડું ગીતાના ઘરમાં ઘુસી બેડ પર રમી રહ્યું હતું. આ દરમિયાન ગીતા તેના પતિ સાથે વાત કરતા-કરતા રૂમમાં ચાલી ગઈ હતી. બેડ પર પ્રિન્ટેડ ઓછાડ હોવાને કારણે ગીતાની નજર આ સાપના જોડા પર આવી ના હતી. અને બેસવા જ તા જ સાપે ડંખ મારી દીધા હતા.