આજે મોટાભાગના લોકોને જમવા વગર ચાલી જાય પરંતુ ફોન વગર એક સેકેંડ પણ ના ચાલે, ઘણા લોકો ફોન ચાર્જમાં મુક્યા બાદ પણ તેને મચેડતા હોય છે. ફોન વગર તો જાણે દુનિયા જ કેટલાક લોકોની અધૂરી થઇ ગઈ હોય તેમ લાગે. આવી સ્થિતિમાં જો કોઈનો ફોન ચોરાઈ જાય અથવા કોઈ કારણસર ખરાબ થઈ જાય તો તેની હાલત ખરાબ થઇ જાય છે.
પરંતુ શું તમે કોઈ એવી વ્યક્તિ જોઈ છે જે પોતાના હાથથી પોતાના ફોનની ખરાબ હાલત કરી શકે છે ? આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક લોકોએ ફોન તોડી નાખ્યો અને તેને એવી હાલતમાં બનાવ્યો કે તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બેડ પર ફોન લઈને બેઠો છે. તે ગુસ્સામાં કહે છે કે આ ફોનની ફ્લેશલાઈટ બંધ કરો.
મોબાઈલની ફ્લેશલાઈટ બંધ કરતી વખતે તે ફોનને ખરાબ કરી નાખે છે અને ફોનને તોડી નાખે છે. ફોન અચાનક ઉછળીને નીચે જમીન પર પડે છે. તે પછીનો નજારો જોઈને તમે પણ દંગ રહી જશો. ફોનની અંદરથી ઘણો ધુમાડો નીકળવા લાગે છે. એટલું જ નહીં તેની અંદરથી સ્પાર્કિંગ પણ બહાર આવવા લાગે છે. આ વીડિયોને વારંવાર જોયા પછી પણ લોકોને પોતાની આંખો પર વિશ્વાસ નથી થઈ રહ્યો. ઘણા લોકોએ કોમેન્ટ સેક્શનમાં પોતાનો પ્રતિભાવ પણ આપ્યો છે.
View this post on Instagram
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને તે આગની જેમ ફેલાઈ રહ્યો છે. આ વીડિયોને 63 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આટલું જ નહીં, કેટલાક લોકો આ વીડિયોને જોયા પછી મજાક કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકોએ કહ્યું કે અમીર બનવા માટે તે પૂરતું છે.