મહીસાગર જિલ્લામાં મોબાઈલમાં એવો ખતરનાક બ્લાસ્ટ થયો કે બાળકના હાથના ચીંથરા ઉડી ગયા – જુઓ

હાલ તો મોબાઇલ જાણે બાળકો હોય કે મોટા બધાની જીવન જરૂરિયાત બની ગઇ હોય તેમ લાગી રહ્યુ છે અને કોરોનાને કારણે વળી ભણવાનું ફણ ઓનલાઇન બની ગયુ જેથી બાળકો ભણવા અને રમવા માટે આખો દિવસ મોબાઇલનો ઉપયોગ કરતા રહે છે. ઘણા બાળકોને ઓનલાઇન ગેમ રમવાની ટેવ પણ પડી ગઇ હોય છે, ત્યારે હાલ એક એવો કિસ્સો સામેે આવ્યો છે, જેમાં એક યુવક ચાલુ ચાર્જિંગ દરમિયાન મોબાઇલમાં ગેમ રમી રહ્યો હતો અને ત્યારે અચાનક તેમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના સામે આવી છે, જેમાં યુવક ઘાયલ થઇ જતા તેને બાયડ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે.

આ કિસ્સો મહીસાગરના બાલાસિનોરનો છે. બાલાસિનોરના ભમરીયા ગામમાં મોબાઈલ ચાર્જિંગમાં મૂકેલ હતો અને તે સમયે યુવક ગેમ રમી રહ્યો હતો અને અચાનક બ્લાસ્ટ થયો. મોબાઈલ બ્લાસ્ટ થતા ધોરણ 11માં ભણતા કિશોરને ગંભીર ઈજા પહોંચી અને તેના હાથના ચીંથરા ઉડી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. તેના હાથની આંગળીઓનો આગળનો ભાગ બ્લાસ્ટમાં ફાટી ગયો હતો અને ટેરવાને નુકશાન થવાને કારણે તેનું ઓપરેશન કરવુ પડ્યુ હતુ. તેનું બે કલાક ઓપરેશન ચાલ્યુ હતુ અને તે બાદ તેની આંગળીઓ બચાવી લેવામાં આવી હતી.

બાળક ચાર્જિંગમાં મોબાઇલ હતો તે સમયે રમવામાં મશગૂલ હતો અને અચાનક જોરદાર ધડાકો થયો અને મોબાઇલ તેના હાથમાં જ ફાટ્યો હતો. તેને તાત્કાલિક ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જયાં તેનું ઓપરેશન કરવામાં આવ્યુ. આ ઘટનાા બાદ શાળાના વિદ્યાર્થીએ હોય કે કોઇ પણ ત્યારે એક વાત જરૂરથી ધ્યાને લેવી કે મોબાઇલ ચાર્જિંગમાં હોય ત્યારે તેને વાપરવો જોઇએ નહિ.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ આવો એક કિસ્સો બહુચરાજીમાંથી સામે આવ્યો હતો, જેને પગલે કિશોરીએ જીવ ગુમાવવો પડ્યો હતો. છેટાસણા ગામે કિશોરી જ્યારે મોબાઈલ ચાર્જિંગમાં રાખીને ફોન પર વાત કરી રહી હતી ત્યારે મોબાઈલમાં બ્લાસ્ટ થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.

Shah Jina