મોબાઇલની બેટરી બ્લાસ્ટ થવાને કારણે થયો દર્દનાક અકસ્માત, 5 વર્ષના માસૂમ બાળકની થઇ મોત

ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર મોબાઇલ બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણીવાર મોબાઇલ ઓવર હિટિગને કારણે બ્લાસ્ટ થતો હોય છે, તો ઘણીવાર કોઇ અન્ય કારણોસર બ્લાસ્ટ થયો હોય છે. ત્યારે હાલમાં જ આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મોબાઈલની બેટરી ફાટવાને કારણે પાંચ વર્ષના બાળકનું મોત થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે બાળક મોબાઈલની બેટરીથી રમી રહ્યો હતો અને બેટરી ફાટી ગઈ. બેટરી બ્લાસ્ટ બાદ બાળકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતકનું નામ સોનુ મરાંડી જણાવવામાં આવ્યું છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

આ ઘટના ત્યારે બની જ્યારે બાળકના પિતાએ મોબાઈલમાંથી બેટરી કાઢી અને તેને ચાર્જ કરવા માટે માસ્ટર ચાર્જરમાં મૂકી. બાળકના પિતા બહાર ગયા ત્યારે સોનુએ ચાર્જરમાંથી બેટરી કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે બેટરીમાં વિસ્ફોટ થયો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થયો. જે બાદ પીડિતને તાત્કાલિક સારવાર માટે સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જ્યાં બાદમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ પછી ડોક્ટરોએ સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ કરી. આ ઘટના ઝારખંડના પાકુરની જણાવવામાં આવી રહી છે.

શનિવારે બપોરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુમરીયાના ગડ્ડા ટોલામાં રહેતા લઝર મરાંડીએ પોતાના ઘરે મોબાઈલમાંથી બેટરી કાઢીને માસ્ટર ચાર્જર દ્વારા ચાર્જમાં લગાવી દીધી હતી. દરમિયાન, લેઝરસ મરાંડીનો પાંચ વર્ષનો પુત્ર સોનુ મરાંડી ઘરમાં રમતા હતા ત્યારે ચાર્જમાં રહેલી બેટરી ખોલવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે બેટરીમાં અચાનક વિસ્ફોટ થયો હતો. ફાટેલી બેટરીનો અવાજ ખૂબ જ જોરદાર હતો. આ ઘટનાએ પરિવારના બાકીના સભ્યોને હચમચાવી નાખ્યા હતા, જ્યારે બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.

પરિસ્થિતિને જોઈને પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ સોનુને સોનાજોડીની સદર હોસ્પિટલ પાકુર લઈ આવ્યા. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ તબીબોએ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા લિટ્ટીપાડા પોલીસ સ્ટેશનના SI પ્રમોદ સિંહ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની પૂછપરછ કરી હતી. અહીં ઘટના બાદ પરિવારજનોની હાલત ખરાબ છે.ગત વર્ષે માર્ચમાં પણ આવી જ ઘટના બની હતી. જ્યાં બેટરી ફાટવાના કારણે 12 વર્ષના બાળકનું પણ મોત થયું હતું.

Shah Jina