ખબર

અમદાવાદનાં વધુ એક BJP મોટા નેતા કોરોનાની ચપેટમાં, પોઝિટિવ રિપોર્ટ આવતા ખળભળાટ- વાંચો અહેવાલ

રાજ્યનું વુહાન બની રહેલું અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસ ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાની ઝપેટે હવે રાજકીય નેતાઓ પણ આવે છે. અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 10થી વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચૂક્યા છે.

Image Source

અમદાવાદનાં નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બાદ બીજા ધારાસભ્ય પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્તા ડૉ.અમિત નાયકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Image Source

અમદાવાદમાં 30મેની સાંજથી 31મેની સાંજ સુધીમાં કોરોનાના 299 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 20 દર્દીના મૃત્યુ થયા છે અને 601 દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો 12,180 અને કુલ મૃત્યુઆંક 842 થયો છે. જ્યારે 6,918 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

Image Source

ગુજરાતમાં કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવવો પડ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર બદરૂદીન શેખને એસવીપી હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. તેમના મોત પહેલા તેઓ આઠ દિવસ હોસ્પિટલમાં દાખલ રહીને સારવાર લીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.