Breaking News : ગુજરાતના અહીંના દિગ્ગજ ધારાસભ્યનું થયુ નિધન, લાંબી સારવાર બાદ થયુ નિધન

છેલ્લા કેટલાક સમયથી મનોરંજન ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા દિગ્ગજનું નિધન થયુ છે. ત્યારે હવે રાજકીય પાર્ટીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના સંક્રમિત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્યમંત્રી ડો.અનિલ જોશિયારાનું નિધન થયુ છે. તેઓ 69 વર્ષના હતા. એકાદ મહિના પહેલા જ તેમને સારવાર માટે ચેન્નાઇ લઇ જવામાં આવ્યા હતા. તેઓ આ પહેલા સિમ્સ હોસ્પિટલમાં હતા, જયાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા અને તે બાદ તેમના ફેફસા કામ કરતા ન હોવાને કારણે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નાઇ ખસેડાયા હતા.

ઉલ્લેખનીય છે કે, તેમના અંતિમ સંસ્કાર તેમના વતન ભિલોડમાં કરવામાં આવશે. તેમના નિધન બાદ યુથ કોંગ્રેસની તાલીમ શિબિરમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તમામ કાર્યક્રરોએ મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેઓ ભિલોડા વિધાનસભા સીટના ધારાસભ્ય હતા. અનિલ જોશિયારા ગુજરાતના પૂર્વ આરોગ્યમંત્રી પણ રહી ચૂક્યા છે.

તેઓ વર્ષ 1995થી અત્યાર સુધી વિધાનસભા સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. ગયા વર્ષે ગુજરાત વિધાનસભાની કાર્યવાહીમાં આજે ઐતિહાસિક ઘટના બની હતી. ગુજરાત વિધાનસભાની કામગીરી દરમિયાન 20 વર્ષ બાદ અધ્યક્ષની ખુરશી પર બેસવાની તક કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાને મળી હતી. તેમણે MBBSનો અભ્યાસ બીજે મેડિકલમાંથી કર્યો હતો.

અનિલ જોશિયારા મૂળ ભિલોડાના ચુનાખણના વતની હતી. તેઓનો જન્મ 24 એપ્રિલ 1953ના રોજ થયો હતો. તેમણે ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે 6 વર્ષ સેવાઓ આપી હતી.

Shah Jina