લેખકની કલમે

Lovely hug – “મને તારુ આલિંગન અતિ પ્રિય છે.. મધુર દાંપત્ય જીવન દર્શાવતી સ્ટોરી ભૂલ્યા વગર વંચાજો ….

દર્શન અને આરતીના લગ્ન થયાને આજે ત્રીજો દિવસ હતો.તે બન્નેને આજે તેના ફુઈના ધરે જમવા જવાનુ હતુ.દર્શન તેના રૂમની અંદર રહેલા બાથરૂમ માથી ન્હાયને તેના ભીના વાળને કોરા કરતો બહાર આવ્યો.આરતી તેના રૂમની અસ્તવ્યસ્ત હાલતને વ્યવસ્થિત કરવામા વ્યસ્ત હતી.

“આરતી… જલ્દી તૈયાર થઈ જા,આપણે જમવા જવાનું છે ફુઈના ધરે,નહી તો આપણને લેટ થશે.”પોતાના ચોખ્ખા શરીર પર,સુગંધીત ડિયોનો છંટકાવ કરતા તેની પત્ની આરતીને દર્શને કહ્યુ.

“દર્શન…મને બધી ખબર છે,ફુઈનો સૌથી પહેલો ફોન મારા પર આવ્યો હતો અને મને કહ્યુ હતુ જમવા માટે “આરતીએ તેને તાકી રહેલા દર્શનની સામે સ્મિત કરતા કહ્યુ.

“સારુ..કહેવાય..હમમમ…તો તો હવે તારે મારી પહેલા જલ્દી તૈયાર થઈ જવુ જોઈએ “દર્શને બેડશીટ સરખી કરી રહેલી આરતીને કહ્યુ.

“દર્શન..તુ પહેલા ન્હાવા ન ગયો હોત તો, હુ અત્યારે ક્યારની તૈયાર થઈ ગઈ હોત…તારી પહેલા “ઈસ્ત્રી કરેલા કપડાની જોડીને તેના બન્ને હાથથી દર્શનની સામે ધરતા આરતીયે દર્શન ને કહ્યુ.

“વાત તો તારી એકદમ સાચી છે…”દર્શને આરતીના બન્ને હાથને સ્પર્શ કરતા કહ્યુ.

“તુ આટલો સમજુ છે તો પણ,ખબર નહી કેમ આવી નાની નાની ભુલો કરે છે “આરતીએ સ્મિત કરતા દર્શન સામે જોતા કહ્યુ.

“તુ જુઠુ ના બોલ,હુ સમજુ નથી,કેમ કે જો હું સમજુ હોત તો આવી નાની નાની ભુલ ના કરતો હોત “દર્શને તેને ધ્યાનથી સાંભળી રહેલી તેની પત્ની આરતીને કહ્યુ.

“જો ખરેખર એવુ હશે તો,થોડીવાર પહેલા સાચી પડેલી મારી વાત પણ ખોટી સાબીત થશે…એ તને ખબર છે “આરતીએ દર્શન નુ નાક પકડતા કહ્યુ.

“તારી આ વાત પણ સાચી છે “દર્શને તેના હોઠ આરતીના હોઠ નજીક લાવતા કહ્યુ.આરતીયે તરતજ તેના એક હાથની હથેળીથી દર્શનના હોઠને ઢાંકી દીધા.

દર્શને તરતજ આરતીની હથેળી પર એક હળવુ બચકુ ભર્યું.તેના હિસાબે તરતજ આરતીએ તેનો હાથ દર્શનના હોઠ પરથી હટાવી લીધો અને દર્શને આરતીને તેની બાથમા લઇ લીધી અને ફરી તેના હોઠ આરતીના હોઠ નજીક મુક્યા.આરતીયે તેની આંખો ખોલી તો, દર્શન તેના હોઠને ચુમવાની તૈયારીમા હતો, તેજ ક્ષણે આરતીયે દર્શનના હોઠ પર ધીમેથી બચકુ ભર્યું અને દર્શનની બાથ માથી બહાર આવી.

“અરે..યાર…તે કેમ આવુ કરુ મારી સાથે”દર્શને દુ:ખી રહેલા તેના હોઠ પર પોતાનો હાથ ફેરવતા કહ્યુ.

“જેસી કરની વૈસી ભરની….હિસાબ બરાબર “આરતીયે દર્શનને બચકુ ભરેલા તેના હાથની હથેળી બતાવતા કહ્યુ.
“સોરી…યાર…વાત તો તારી સાચી છે “દર્શને આરતીની માફી માંગતા કહ્યુ.

“તુ ખુબજ સમજદાર છે,તો પણ ખબર નહી કેમ આવી નાની નાની ભુલો કરે છે,તને પણ મે કરેલા લિપ બાઇટ માટે સોરી…”આરતીયે તેના માઠા મીઠા અંદાજમા દર્શનને જવાબ આપતા કહ્યુ.દર્શન આરતીનો આ જવાબ સાંભળીને તેની સામે સ્મિત કરી રહ્યો હતો.

“હેલ્લો..હસવાનુ બંધ કરી તૈયાર થઈજા જલ્દી,નહીતો લેટ થશે….”આરતીયે દર્શનના બોલવાની નકલ કરતા,મજાક કરતા કહ્યુ.

“તુ મજાક કરવાનું બંધ કરી,ઝડપથી ન્હાવાજા…નહીતો લેટ થશે “દર્શને આરતીને કહ્યુ.

“હુ તો…આ હાલી,તુ જલ્દી તૈયાર થઈજા,નહી તો પાછુ લેટ થશે…”આરતીયે ટોવાલ પોતાના હાથમા લેતા,જીભડો બતાવતા હસ્તા હસ્તા દર્શનને કહ્યુ અને તે બાથરૂમમા ન્હાવા ગઈ.દર્શન અરીસાની સામે પોતાના વાળ ઓળાવા લાગ્યો.

* * * * * * * * * * * * * * * * * * * *

આરતી પોતાના શરીરને કુણા પિન્ક ટુવાલમા વીટાળીને ન્હાયને બાથરૂમ માંથી બહાર આવી.તેના ભીના વાળમા તે ખુબ વ્હાલી વ્હાલી લાગી રહી હતી.

દર્શન કપડા પહેરીને બેડ પર બેઠો હતો,અને મોબાઈલમા નેટ પર ટાઈ બાધવાની રીત જોઈ રહ્યો હતો.
“તુ હજુ તૈયાર નથી થયો…..”આરતીયે આંખો કાઢતા દર્શન સામે જોતા તેને કહ્યુ.

“હુ તૈયારજ છું,બસ ખાલી આ એક ટાઈ પહેરુ એટલીજ વાર…”દર્શને આરતીને જવાબ આપતા કહ્યુ.

“ટાઈ…પહેરતા વાર કેટલી,બે મીનીટ બોવ થઈ ગઈ “આરતીયે તેના નમણા નયન પર લાઈનર કરતા અરીસામાં જોતા દર્શનને કહ્યુ.

“હુ પંદર મિનીટ થી ટાઈ પહેરવા મથુ છુ,પણ નથી મેળ પડતો…”દર્શને નેઈલ પોલીસ કરી રહેલી આરતીને જવાબ આપતા કહ્યુ.

“ટાઈ.. પહેરતા ન આવડે તો પંદર મિનીટ કરતા પણ વધુ સમય લાગે “આરતીયે દર્શનની બાજુમા બેસતા કહ્યુ.
“તને આવડતી હોય તો તુ મને ટાઈ પહેરાવી આપ… પ્લીઝ “દર્શને આરતીને દરખાસ્ત કરતા કહ્યુ.
“હુ તને ટાઈ પહેરાવી આપુ,પરંતુ તારે એના માટે મારુ એક કામ કરવુ પડશે “આરતીયે દર્શનને જવાબ આપતા કહ્યુ.

“ઓકે…તુ મને ટાઈ પહેરાવી દેતી હોય તો મને તારુ કામ કરવામા કંઈજ પ્રોબ્લેમ નથી “દર્શને આરતીની વાતનો સ્વીકાર કરતા તેને કહ્યુ.

“સારુ…તો મારી નેઈલ પોલીશ પર તુ ધીમે ધીમે ફુંક માર,એટલે તે ઝડપથી ચુકાય જાય “નેઈલ પોલીશ કરેલા પોતાના બન્ને હાથ દર્શનના હોઠ આગળ રાખતા, સ્માઈલ કરતા આરતીયે દર્શનને કહ્યુ.દર્શન આરતીની નજરનો નજારો બની તેની નેઈલ પોલીશ પર હળવી હુંફાળી ફુંક મારી રહ્યો હતો,આ જોયને આરતીના ગોરા ગાલ હાસ્યથી હચમચી રહ્યા હતા.

આરતીની નેઈલ પોલીશ હવે સુકાઇ ગઇ હતી,આરતીયે દર્શન પાસેથી ટાઈ લેતા તેને ઉભો થવા માટે કહ્યુ અને દર્શન ઉભો થઇ ગયો.આરતી અને દર્શન એકબીજાની નજીક આમને સામને ઉભા હતા.દર્શનની લંબાઈ આરતી કરતા થોડી વધારે હતી,એટલે આરતીયે તેના કોમળ પગની એડીયો પર ઉભા થઈને,તેના હાથમા રહેલી ટાઈને દર્શનના ગળામાં નાખી.દર્શનના બન્ને હાથ આરતીની કમરના સુડોળ વળાંક ઉપર હતા.આરતીયે દર્શનના ગળામાં ટાઈ બાંધી દીધી.
“થૅન્ક્સ…ડિયર…”દર્શને આરતીને પોતાની બાથમા ભીંસતા કપાળ ઉપર કિસ કરી આભાર વ્યક્ત કરતા કહ્યુ.તરતજ આરતીયે દર્શનના ગાલ પર ચુંબન કર્યું અને તેના આભારને અલગ અભિગમથી અપનાવ્યો.

“સારુ….ચાલ…હવે તુ થોડીવાર માટે બેડરૂમ ની બહાર જા,મારે કપડા પહેરવા છે “આરતીયે તેની સામે નજર તાકી રહેલા દર્શનને જોતા કહ્યુ.

“ના…હુ રૂમની બહાર નહીં જાવ,કેમ કે હુ કપડા પહેરતો હતો ત્યારે તું પણ રૂમની અંદરજ હતી “દર્શને તેના અંદાજમા જવાબ આપતા આરતીને કહ્યુ.

“અરે…મને શરમ આવે છે એટલે તને કહ્યુ…પ્લીઝ સમજને યાર “આરતીયે દર્શનને વિનંતી કરતા કહ્યુ.

“તને શરમ આવે છે,એ તારો પ્રોબ્લેમ છે…હુ બહાર નથી જવાનો “દર્શને આરતીની સામે જોતા કહ્યુ.
“તારે બહાર ન જવુ હોય તો મારી એક વાત તારે માનવી પડશે “આરતીયે દર્શનને કહ્યુ.

“જલ્દી બોલ…કંઈ વાત…”દર્શને આરતીની વાત સાંભળવાની આતુરતા સાથે કહ્યુ.”હુ તને એ વાત કહુ,પરંતુ તારે તેને કોઈ પણ ભોગે માનવી પડશે “આરતીયે દર્શનને બંધવતા કહ્યુ.

“સારુ….”દર્શને આરતીને જવાબ આપતા કહ્યુ.

“તુ હુ ઉભી છુ તેની વિરુદ્ધ દિશામા તારી આંખો બંધ કરીને ઉભો રહે,હુ તને જયારે આંખો ખોલવાનુ કહુ ત્યારેજ તારે આંખો ખોલવાની અને મારી તરફ ફરવાનુ “આરતીયે તેનુ શાણપણ વાપરતા દર્શનને કહ્યુ.

દર્શને આરતીના આદેશને આદર આપતા તેને જે કહ્યુ એ કરુ.આરતીયે તેના કપડાથી પોતાની કામણગારી કાયાને સોંદર્યના શૃંગારથી સજી દીધી.

“દર્શન…હુ તૈયાર થઈ ગઈ છું,હવે તુ તારી આંખો ખોલી શકે છે “આરતીયે પોતાની સાડીને ગડી વાળતા દર્શનને કહ્યુ.
દર્શને આરતીના ચહેર તરફ પોતાનો ચહેરો કરો,તો તેને સ્વરૂપવાન સુંદરીનો સાક્ષાત્કાર થયો.તે જોયને દર્શને તેના હાથથી આરતીને તુ ખુબજ સુંદર લાગે છે તેવો ઇશારો કર્યો.આરતીયે તેના હોઠથી દર્શનને દુરથી કિસ કરી.
આરતીયે તેની સાડીના છેડાની પાટલી પાડી અને તેના ખંભા ઉપર નાખી.આરતી અરીસાની સામે જોઈને તેને સરખી કરી રહી હતી.આરતીયે સાડી પીન હાથમા લીધી અને તેની સાડીની પાટલી પર તેને ભીડવા મથી રહી હતી.પરંતુ તેનાથી તે પીન નહોતી ભીડાઈ રહી.દર્શન કયારનો આરતીની આ મથામણ જોઈ રહ્યો હતો,તે આરતી પાસે ગયો અને તેના હાથમાથી સાડી પીન લીધી.હવે આરતી અને દર્શન એકબીજાની આમને સામને ઉભા હતા.દર્શને સાડી પીન આરતીના ખંભા પર રહેલી સાડીની પાટલીમા લગાવી અને ધીરે રહીને આરતીના ખંભા પર ભોકાવી.જેના લીધે આરતીયે તરતજ દર્શનને બાથ ભીડી દીધી.

“મે તને સાડી પીન મારવા કહ્યુ હતુ,મને તે પીન મારવા નહોતુ કહ્યુ”આરતીયે દર્શનની આંખોમા પોતાની આંખો પરોવતા પુછ્યુ.

“હા…પરંતુ મે જાણી જોઈને તને તારી સાડી પીન મારી…તને દુ:ખ થયુ? “દર્શને આરતીને સ્પષ્ટતા કરતા કહ્યુ.

“હા…મને દુ:ખે છે,તે જાણી જોઈને કેમ મારી સાથે આવુ કરુ? “આરતીયે દર્શનની છાતી પર પોતાનો એક નખ મારતા કહ્યુ.“મને તારુ આલિંગન અતિ પ્રિય છે…એટલે “દર્શને આરતીના ખુલ્લા ખંભા પર પોતાનો સ્નેહ ભરો હાથ ભેરવતા કહ્યુ.આરતીયે દર્શનની આ વાત સાંભળીને ફરી તેને પોતાના આલિંગનમા ઓતપ્રોત કરી દીધો.જેના લીધે દર્શને પણ આરતીના ગોરા મુલાયમ ગાલ પર ચુંબન વર્ષા કરી.આરતીયે દર્શનના હોઠ પર તેના હોઠ મુક્યા અને તે દર્શનના હોઠને ચૂમવા લાગી.

લેખક © ખોડીફાડ મેહુલ (ગુરુ)

મોબાઇલ:-9537288451

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.