ખબર

બ્રેકીંગ ન્યુઝ: પાછું થયું લોકડાઉન, અહીંયા 2 અઠવાડિયા લોકડાઉન લંબાઈ ગયું

કોરોનાને કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.લોકડાઉનને કારણે બાળકોના સ્કૂલથી લઈને એરપોર્ટ, શોપિંગ મોલ બધું જ બંધ કરી દેવામાં આવ્યું છે. લોકડાઉનના ચાર તબક્કા બાદ અનલોક-1 શરૂ થઇ ગયું છે. આ વચ્ચે મિઝોરમ સરકાર દ્વારા લોકડાઉનને વધુ 2 અઠવાડીયા સુધી વધારી દેવામાં આવ્યું છે. જો આ ફેંસલાને એ રીતે જોવામાં આવે તો આ રાજ્યમાં કોરોનાના ફક્ત 42 કેસ જ સામે આવ્યા છે. 41 કેસ એક્ટિવ છે. વધુ લોકો વધુ સંક્રમિત ના થાય તે માટે રાજ્યમાં લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.

સોમવારે રાજ્યની પરિસ્થતિ અને કોરોનાના ખતરો જોતા મુખ્યમંત્રી જોરમથંગાની અધ્યક્ષતામાં એક મિટિંગ થઇ હતી. આ મિટિંગમાં વિચાર વિમર્શ કર્યા બાદ લોકડાઉન વધુ 2 અઠવાડિયા સુધી વધારવાનો નિર્ણય લીધો હતો.
હાલની સ્થિતિ જોતાં લોકડાઉન 9 જૂન મંગળવારથી બે અઠવાડિયા સુધી ચાલુ રહેશે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે આ સંદર્ભમાં લોકડાઉન માર્ગદર્શિકા ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.

આ સિવાય રાજ્યમાં ક્વોરેન્ટાઇન સમયમાં પણ બદલાવ આવ્યો છે. સરકારના આદેશ મુજબ હવે બહારથી આવતા લોકો કે રાજ્યમાં શંકાસ્પદ જણાતા લોકોને 14 દિવસની જગ્યાએ 21 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રોકાવું પડશે. આ હુકમ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે જ એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે બેહદ જરૂરી મામલામાં ક્વોરેન્ટાઇનની સુવિધા આપવામાં આવશે.

આ બેઠકમાં રાજ્ય સરકારના પ્રતિનિધિઓ અને વરિષ્ઠ અધિકારીઓ, ખાનગી હોસ્પિટલોના પ્રતિનિધિઓ, ચર્ચ નેતાઓ, ગ્રામ પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, ટાસ્કફોર્સના સભ્યો અને એનજીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે. મીટિંગમાં દરેક સાથે ચર્ચા કર્યા પછી, લોકડાઉનને આગળ વધારવા સંમતિ આપવામાં આવી હતી.

Image Source

જણાવી દઈએ કે, ભારતમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 266,598 પર પહોંચી ગઈ છે. ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં 7,473 લોકોના મોત નીપજી ચુક્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.