ખબર

ભારતમાં અહીંયા સ્કૂલ ખુલતા જ આવવા લાગ્યા કોરોનાના કેસ, પછી ન થવાનું થઇ ગયું

મિજોરમ સરકારે ફરી એકવાર બધી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે રાજ્ય સરકારે 16 ઓક્ટોબરથી શાળાઓ ખોલવાના હતા. જેને પછી કોરોનના કેસોમાં વધારો થવા લાગ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને તેમનો ઈલાજ ચાલે છે.

Image Source

વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા રાજ્ય સરકારે ફરી 26 ઓક્ટોબરથી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે મિજોરમમાં હજી સુધી કોરાનાથી એક પણ વ્યક્તિનું  મૃત્યુ નથી થયું.

Image Source

જણાવી દઈએ કે મિઝોરમમાં 8 મહિનાના શિશુ સહિત 30 લોકોમાં COVID-19 ચેપની પુષ્ટિ થયા પછી, ચેપગ્રસ્તની સંખ્યા 2300 વટાવી ગઈ છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે આઇઝોલથી 1 કેસ નોંધાયા છે, ત્યારબાદ 8  કેસ સેરછિપથી , લુંગલેઇમાંથી 5 અને હેન્થિયલ જિલ્લાના 2 કેસ નોંધાયા છે.

Image Source

એક અધિકારીએ જણાવ્યું હતું કે, નવા દર્દીઓમાં આઠ મહિનાના શિશુ સહિત 9 બાળકોનો સમાવેશ થાય છે. લુંગલેમાં મળી આવેલા 5 દર્દીઓ બોર્ડર સિક્યુરિટી ફોર્સના કર્મચારી છે. રાજ્યમાં 150 જેટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે અને 2100 થી વધુ દર્દીઓ અત્યાર સુધી સાજા થયા છે.