આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, જેની એક કિલોની કિંમતમાં તો તમે 5 તોલા સોનુ ખરીદી લેશો, જાણો ભારતમાં ક્યાં મળશે ?

કેરીની સીઝન હવે પૂર્ણ થવા આવી ત્યારે કેરીને લઈને કેટલીક વાતો પણ જાણવા મળી. જેમાં કેરીની અલગ અલગ પ્રજાતિ અને અલગ અલગ ભાવની કેરી વિશે પણ આપણે જાણ્યું હશે. કેરીનો સ્વાદ દરેકને પંસદ હોય છે, પરંતુ આજે અમે તમને એક એવી કેરી વિશે જણાવીશું જેના ભાવ સાંભળીને જ તમારા મોઢામાંથી સ્વાદ ફિક્કો પડી જશે.

મધ્ય પ્રદેશના એક કપલ દ્વારા કેરીના ઝાડની સુરક્ષા કરવા માટે ગાર્ડ્સ અને કુતરા રાખવામાં આવ્યા હતા. 6 કુતરાઓ આ ઝાડની દિવસ રાત દેખરેખ કરતા હતા. આ કેરીનું નામ મિયાઝાકી કેરી છે. આ દુનિયાની સૌથી મોંઘી કેરીમાંથી એક છે. કપલનું કહેવું છે કે આ છોડ તેમને ટ્રેનમાં એક વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યો હતો. મિયાઝાકી કેરી મુખ્યત્વે જાપાનની અંદર મળી આવે છે.

આ કેરી જાપાનના ક્યૂશૂ પ્રાંતના મિયાઝાકી શહેરમાં ઉગે છે. મિયાઝાકી શહેરમાં થવાં કારણે તેને મિયાઝાકી કેરી કહેવામાં આવે છે. આ કેરીનું વજન 350 ગ્રામથી વધારે હોય છે. તેમાં સુગરની માત્રા 15% કે વધુ હોય છે.

આ કેરીની સામાન્ય કેરીની તુલનામાં અલગ રૂપ અને રંગ માટે ખુબ જ લોકપ્રિય છે. આ ભારત અને દક્ષિણ પૂર્વ એશિયામાં લોકપ્રિય છે. આ ફળનો રંગ ruby-coloured નો છે. આ કેરીને “સૂર્યનું ઈંડુ” પણ કહેવામાં આવે છે. આ કેરીને જાપાની માં તાઈયો નો તમાગો પણ કહેવામાં આવે છે.

જાપાનના મિયાઝાકી સ્થાનિક ઉત્પાદો અને વ્યાપાર સંવર્ધન કેન્દ્ર અનુસાર આ કેરી એપ્રિલ અને ઓગસ્ટ દરમિયાન ઉગાવવામાં આવે છે. જાપાની મીડિયા રિપોર્ટ અનુસાર મિયાઝાકી કેરી દુનિયાની સૌથી મોંઘી કેરી છે અને ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય બજારમાં 2.70 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામના હિસાબે વેચાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by RJ Dipali (@rjdipali)

Niraj Patel