પતિને 6 વર્ષથી ખાવામાં ડ્રગ્સ ભેળવી આપી રહી હતી પત્ની, હવે પહોંચી જેલના સળિયા પાછળ

છેલ્લા 6 વર્ષથી 35 વર્ષની મહિલા તેના જ પતિના ભોજનમાં ડગ ભેળવી રહી હતી. આ મહિલા પર માનસિક બીમારીની સારવાર માટે દવાઓનો વધુ ડોઝ આપવાનો આરોપ છે. પતિની ફરિયાદના આધારે આ મહિલાની ધરપકડ પણ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે બંનેના લગ્ન 2006માં થયા હતા. પતિ સતીશ અને પત્ની આશા વચ્ચે કેટલીક બાબતોને લઈને ઝઘડો થયો હતો. થોડા સમય પછી સતીશને વારંવાર થાકની સમસ્યા થવા લાગી, ત્યારબાદ તેણે ડોક્ટરને બતાવ્યું. ડૉક્ટરે દવા આપી અને સુગર લેવલમાં ઘટાડો આ થાકનું કારણ હતું. દવાઓ લીધા પછી પણ સતીશની તબિયતમાં કોઈ સુધારો જોવા મળ્યો ન હતો.

પ્રતિકાત્મક તસવીર

સપ્ટેમ્બર 2021માં સતીષે ઘરનું ખાવાનું ટાળવાનું શરૂ કર્યું કે તરત જ તેની હાલતમાં સુધારો જોવા મળ્યો. જે બાદ તેને તેની પત્ની આશા પર શંકા થવા લાગી. સતીષે મિત્રની મદદથી સમગ્ર મામલો જાણવાનો પ્રયાસ કર્યો હતો.એક મિત્રની મદદથી જાણવા મળ્યું હતું કે આશા, 2015થી સતીષના ફૂડમાં માનસિક બીમારીની સારવાર માટેની દવાઓ ભેળવતી હતી. સતીશે આ દવાઓના ફોટા સહિતના સીસીટીવી ફૂટેજના પુરાવા સાથે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરી હતી.

Image source

કેરળના કોટ્ટયમ જિલ્લાના પાલા શહેરનો આ મામલો છે. પતિનો આરોપ છે કે આશા તેને ભોજનમાં નશીલા પદાર્થ ભેળવીને આપતી હતી. પાલામાં રહેતા આ કપલે 2006માં લગ્ન કર્યા હતા. શરૂઆતમાં, પતિ તેના ધંધામાં સંઘર્ષ કરતો હતો. ત્યારબાદ તેણે આઈસ્ક્રીમ ઉદ્યોગમાં પ્રવેશ કર્યો. આ પછી, 2012 માં, તેણે પલક્કડમાં પોતાનું ઘર ખરીદ્યું. ફરિયાદ અનુસાર, આશા તેની સાથે નાની નાની બાબતો પર ઝઘડવા લાગી હતી.

પ્રતિકાત્મક તસવીર

પત્ની આશાએ વોટ્સએપ પર તેના પતિના ખોરાકમાં ભેળવવામાં આવતી દવાની તસવીર પણ મોકલી હતી. સતીષે તેના ઘરના સીસીટીવી ફૂટેજ પણ તપાસ માટે પોલીસને સોંપ્યા છે. પોલીસે જણાવ્યું કે આશા પતિ સતીશના પીવાના પાણીની બોટલમાં ડગ મિક્સ કરતી હતી. તેણે તેના નિવેદનમાં કહ્યું છે કે તેને શંકા હતી કે પતિ તેને તેની કોઈ મિલકત નહીં આપે અને તમામ મિલકત ભાઈઓ અને અન્ય સંબંધીઓને આપી દેશે, તેથી તે આ કૃત્ય કરતી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Shah Jina