લો બોલો…આ છોકરીએ ચીલી ફ્લેક્સથી કર્યો હોઠ પર મેકઅપ… જોઈને લોકો બોલ્યા, “પ્રાણ જાય પર ફેશન ના જાય”, વાયરલ થયો વીડિયો

લોકો વાયરલ થવા માટે શું શું નથી કરતા, જોઈ લો આ છોકરીને જ… સૂકા મરચાથી કર્યો મેકઅપ, જોઈને લોકો પણ બરાબર બગડ્યા…

Makeup with chili flakes: આજકાલ જમાનો સોશિયલ મીડિયા (social media) નો છે અને સોશિયલ મીડિયાનો છે. લોકો સોશિયલ મીડિયામાં ફેસ્મ થવા માટે અવનવા અખતરા કરતા હોય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક છોકરી મરચાથી મેકઅપ (Makeup with chili ) કરતી જોવા મળે છે.

મેકઅપ અને ફેશનના શોખીનોની કોઈ કમી નથી. ખાસ કરીને આ લોકોની સંખ્યા સોશિયલ મીડિયા પર જોવા મળે છે. આમાં મેકઅપ કલાકારો અને સૌંદર્ય પ્રભાવકોનો સમાવેશ થાય છે. ઘણી વખત આ લોકોના આવા મેકઅપ હેક્સ વાયરલ થાય છે કે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં વાયરલ થયેલો વીડિયો પણ આવો જ છે. આમાં એક મહિલા ચિલી ફ્લેક્સથી મેક-અપ કરી રહી છે.

વાયરલ વીડિયોમાં એક મહિલા તેના હોઠ પર લિપ ગ્લોસ લગાવે છે અને તેના પર ચિલી ફ્લેક્સ લગાવે છે. અને પછી તે તેના હોઠ પર એપ્લાય કરે છે, પરંતુ થોડી જ વારમાં તેના હોઠ પણ બળવા લાગે છે અને તે ચીલી ફ્લેક્સને દૂર કરી નાખે છે. ઈન્સ્ટાગ્રામ યુઝર અને સ્કિનકેર બ્લોગર જાહ્નવી સિંહના આ વીડિયો પર લોકોની પ્રતિક્રિયા ઝડપથી આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Jahanvi Singh (@fancy.pinks)

પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું, “વાયરલ ચિલી લિપ ગ્લોસ, ફરી ક્યારેય નહીં.” આ વીડિયો થોડા દિવસો પહેલા શેર કરવામાં આવ્યો હતો. જેને લાખો લોકોએ જોયો છે અને હજારોની સંખ્યામાં લોકો લાઈક પણ કરી રહ્યા છે. તો કોમેન્ટમાં એક વ્યક્તિ લખ્યું કે  “પ્રાણ જાય પર ફેશન ના જાય” બીજાએ કહ્યું, “લોકોને શું તકલીફ છે? કોમેન્ટ અને લાઈક માટે કંઈપણ કરશે.”

Niraj Patel