વાસ્તુ દોષોને દૂર કરવા માટે અનેક પ્રકારના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આ ઉપાયોનું પાલન કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે અને કામમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે. ગુસ્સો અને નેગેટિવિટી દૂર થાય છે જેના કારણે તમને એક નવી ઉર્જા મળે છે કામ કરવાની. સકારાત્મક ઉર્જાના કારણે તમારામાં આત્મવિશ્વવાસ વધે છે. કોઈ પણ કામમાં સફળતા મળે છે.

કહેવામાં આવે છે જે ઘરે સકારાત્મક વાતાવરણ હોય ત્યાં દેવી દેવતાઓનો વાસ થાય છે. તો ચાલો જોઈએ કેટલાક ઉપાયો વસ્તુ દોષ દૂર કરવાના.
મીઠાના પાણીથી સાફ કરો:

ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે, ઘરમાં પોતા મારતી વખતે પાણીમાં થોડું મીઠું નાખવું જોઈએ. આ માટે દરિયાઇ મીઠું, એટલે કે આખું મીઠુંનો ઉપયોગ શ્રેષ્ઠ પરિણામ આપે છે. આ ઉપાય દ્વારા ઘરની નકારાત્મક ઉર્જા બળી જાય છે. વાતાવરણમાં શુદ્ધતા આવે છે.
બાથરૂમમાં આખું મીઠું રાખવું:

આ ઉપાય ઘરની વાસ્તુ ખામીને દૂર કરવા માટે પણ કરી શકાય છે. એક બાઉલમાં બધુ મીઠું ભરો અને આ બાઉલ બાથરૂમમાં રાખી દો. આ ઉપાય દ્વારા પણ નકારાત્મક ઉર્જા દૂર કરી શકાય છે. વાટકીનું મીઠું સમયાંતરે બદલતા રહેવું જોઈએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.