દિલધડક સ્ટોરી પ્રેરણાત્મક

આ ક્રિકેટરનો બાપ છે કરોડોનો માલિક, પિતા કરે છે બિસ્કિટનો બિઝનેસ. વાંચો આજે રસપ્રદ સ્ટોરી

હાલમાં વિશ્વ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પણ મેચ થઇ હતી. ત્યારે તે વચ્ચે શ્રીલંકાના પૂર્વ દિગ્ગ્જ ખેલાડીના પરિવારની સ્ટોરી વાયરલ થઇ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાઉથ વધુ વિકેટ લેનાર ખેલાડીના પિતા આજે પણ બિસ્કિટ વહેંચે છે.

અમે વાત કરીએ છીએ શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીધરની. મુથૈયા મુરલીધર દુનિયામાં સૌથી વધારે ટેસ્ટ અને વનડેમાં વિકેટ લેવાવાળો ખેલાડી છે. કરોડોની સંપત્તિ હોવા છતાં આજે તેના પિતા બિસ્કિટ વહેંચે છે. મુથૈયા મુરલીધરના પિતા સીનનાસામી આજે પણ એક ફેક્ટરી ચલાવે છે.

Image Source

સીનનાસામી ‘લકિલેન્ડ’નામની બિસ્કિટ કંપનીમાં મેનેજીંગ ડાયરકેટર છે. આ શ્રીલંકાની ત્રીજી સૌથી મોટી બિસ્કિટની કંપની છે. ખબરોનું માનીએ તો આ કંપનીમાં 200થી વધુ કર્મચારીઓ કામ કરે છે. સીનનાસામીનની ખાસ વાત એ છે કે તેનું માર્કેટિંગ વધારવા માટે તેના પુત્ર મુરલીધરણનો ક્યારે પણ ઉપયોગ નથી કર્યો.

Image Source

ભલે મુરલીધરનના પિતા તેના પુત્રનો ધંધામાં ઉપયોગ ના કરે પરંતુ બધા લોકો જાને છે કે,આ બ્રાન્ડ મુરલીધરનના પિતાની છે. પુત્રનું કરોડોમાં કમાણી અને આલીશાન ઘર હોવા છતાં જો પર્સનલ લાઈફની વાત કરવામાં આવે તો મુરલીધરનના પિતા બહુજ સાદગી પૂર્વકની જિંદગી જીવે છે.ત હંમેશા સફેદ કલરની લૂંગીમાં જ જોવા મળે છે.

Image Source

પુત્રની કરિયર બાબતે  75 વર્ષીય સીનનાસામી કહે છે કે, ફેક્ટરીની સિમેન્ટની દીવાલ પાસે જ મુરલી તેના મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.