ખબર

દુઃખદ અવસાન: અભિનેતા મિથુન ચક્રવર્તીના પિતાનું અવસાન, લોકડાઉનને કારણે છેલ્લી ઘડીમાં મિથુન પહોંચી ના શક્યા

કોરોનનાં હાહાકાર વચ્ચે બૉલીવુડ માટે એક ખરાબ સમાચાર છે. અભિનેતા મિથુન ચક્રવર્તીના પિતાજી બસંત કુમાર ચક્રવર્તીનું નિધન થયું ગયું છે. તેઓ સમયથી લાંબી બીમારી સામે લડી રહ્યા હતા. બસંત ચક્રવર્તી લાંબા સમયથી આ રોગ સામે લડી રહ્યો હતો. રિપોર્ટ મુજબ કિડની ફેલ થવાના કારણે મંગળવારે તેમનું નિધન થયું છે. બસંત ચક્રવર્તીએ મંગળવારે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. બીજી બાજુ, મુશ્કેલી એ છે કે એક્ટર મિથુન ચક્રવર્તી હાલ લૉકડાઉનને કારણે બેંગ્લુરૂમાં ફસાયેલા છે અને મુંબઈ પહોંચવાના ઘણા પ્રયત્ન કરી રહ્યા છે.

મીડિયાના રિપોર્ટ માહિતી મળેલ મુજબ એમનુ નિધન 21 એપ્રિલે મુંબઈમાં થયુ. દિગ્ગજ બંગાળી એક્ટ્રેસ રિતુપર્ણા સેન ગુપ્તાએ ટ્વિટ કરીને મિથુનના પિતાને શ્રદ્ધાંજલિ આપી છે. એમણે લખ્યું મિથુન દા તમારા પિતાને મારી શ્રદ્ધાંજલિ. હિમ્મત રાખો અને ભગવાન એમની આત્માને શાંતિ આપે.

ઉલ્લેખનીય છે કે, બસંત કુમારના 4 બાળકો છે. જેમાં એક પુત્ર અને ત્રણ પુત્રીઓ સામેલ છે. મિથુન સૌથી મોટો પુત્ર છે. રિપોર્ટ અનુસાર અભિનેતા મિથુન શૂટિંગ માટે બેંગ્લુરૂ ગયા હતા. એટલે પિતાના અંતિમ સમયે પણ એમની સાથે નહીં હતી. જોકે મિથુનનો મોટો દીકરો મિમોહ હાલ મુંબઈમાં છે.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.