ફિલ્મી દુનિયા

આ દીકરીને કોઈએ કચરાના ઢગલામાં તરછોડી દીધી, મિથુને દત્તક લઈને નસીબ બદલી નાખ્યું…હવે બનશે હિરોઈન

થુન ચક્રવતીનો દીકરો માશી ચક્રવતીની પણ બોલીવુડમાં એન્ટ્રી થઇ ગઈ છે. મીઠું ચક્રવતીઓ દીકરો જ નહીં પરંતુ દીકરી દિશાની ચક્રવતી પણ બૉલીવુડ ડેબ્યુ માટે તૈયાર થઇ ગઈ છે.

દિશાની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશાની ટેઈન ગ્લેમરસ તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયાની તસ્વીર જોઈને કહી શકાય છે કે, ખુબસુરત અને સ્ટાઈલિશ દિશાની એક્ટ્રેસોને ટક્કર આપી શકે છે

બૉલીવુડના ડિસ્કો ડાન્સર એટલે કે મિથુન ચક્રવતીને લઈને ઘણા લોકો જાણે છે.પરંતુ તેના પરિવારને લઈને લોકોને વધુ જાણકારી નથી ખાસ કરીને તેની દીકરી દિશાની અને મિમોહ સિવાય તેને 2 દીકરા છે. મિથુને 1982માં એક્ટ્રેસ યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા. યોગિતા બાલીથી મિથુનના ત્રણ દીકરા છે. જયારે તેની દીકરી દિશાનીને તો તેને દત્તક લીધી છે.

દિશાનીએ એક્ટર મિથુને ભલે દત્તક લીધી હોય પરંતુ તે દીકરીને બેહદ પ્રેમ કરે છે. દિશાની તેના સોશિયલ મીડિયાદ્વારા તેના પિતાને પ્રેમ કરતી નજરે ચડે છે

જણાવી દઈએ કે, દિશાની જયારે નાની હતી ત્યારે તેના અસલી માતાપિતા એ તેને કચરાના ઢગલામાં નાખી દીધી હતી. આસપાસના લોકોને જયારે બાળકના રડવાનો અવાજ આવ્યો ત્યારે તેને બહાર કાઢી હતી. આ વાતની જાણકારી બીજા દિવસે અખબારમાં આવતા મિથુનને ખબર પડી ત્યારે તેને પત્ની યોગિતા બાલીએ દત્તક લેવાની વાત કરી હતી. આ બાદ યોગિતા તેના માટે તુરંત જ તૈયાર થઇ ગઈ હતી. બંનેએ કાગળ પરની કાર્યવાહી પુરી કરી નાની બાળકીને ઘરે લાવ્યા હતા.
આ બાદ મિથુન અને યોગિતા બાલીએ તેનો ઉછેર સગી પુત્રીની જેમ ઉછેર્યો હતો. દિશાનીનું ધ્યાન તેના ત્રણ ભાઈઓએ પણ રાખ્યું હતું. આજે દિશાની મોટી થઈ છે અને સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે.

દિશાનીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 70,000 ફોલોઅર્સ છે. એક ફિલ્મી પરિવારમાં ઉછરેલી દિશાનીને ફિલ્મોનો ખૂબ શોખ છે. તે સલમાન ખાનની મોટી ચાહક છે. અહેવાલો અનુસાર, દિશાનીએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી એક્ટિંગનો અભ્યાસક્રમ લીધો છે. તે માત્ર ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.ઇશાનીએ 2017માં શોર્ટ ફિલ્મ ‘હોલી સ્મોક’ દ્વારા એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના મોટા ભાઇ ઉશ્મેયા (રિમોહ) ચક્રવર્તીએ કર્યું હતું. આ પછી તે અંડરપાસ નામની બીજી શોર્ટ ફિલ્મમાં જોવા મળી છે.

મિથુન દા એક સ્ટાર તેમજ સોસલાઇટ ઉદ્યોગપતિ અને રાજ્યસભાના સભ્ય તરીકે ઓળખાય છે. મિથુન દા જેણે બે વાર ફિલ્મફેર અને ત્રણ વાર નેશનલ એવોર્ડ જીતી ચુક્યો છે. 1982માં એક્ટ્રેસ યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેને ચાર સંતાનો મીમોહ (મહાક્ષય), રિમોહ (ઉષામેયા), નમાશી અને પુત્રી દિશાની છે.

મિથુનના મોટા દીકરા મીમોહે 2008 માં ‘જિમ્મી’ નામની ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મ ફ્લોપ થયા બાદ તેણે પોતાનું નામ બદલીને મહાક્ષય રાખ્યું છે. મીમોહથી રિમોહ નાનો છે. જે 2008 માં ફિલ્મ ‘ફિર કભી’ માં મિથુન ચક્રવર્તીના યંગ વર્ઝનને જીતતો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે, રિમોહ હજી પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યો છે. તેણે પણ પોતાનું નામ બદલીને ઉશ્મય ચક્રવર્તી રાખ્યું છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.