મનોરંજન

મિથુન ચક્રવર્તીએ દીકરીને લીધી હતી દત્તક, ન્યૂયોર્કથી અભ્યાસ કરી ચુકેલી દિશાની એક્ટિંગમાં આવવા માગે છે

બોલીવુડમાં ડિસ્કો ડાન્સરના નામથી લોકપ્રિય અભિનેતા મિથુન ચક્રવર્તી 67 વર્ષના થઇ ચુક્યા છે. 16 જૂન 1950 ના રોજ કલકતામાં જન્મેલા મિથુનનું સાચું નામ ગૌરાંગ ચક્રવર્તી હતું. મિથુન બોલીવુડના તે અભિનેતાઓમાંના એક છે જેનું ન તો કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ રહ્યું કે ન તો કોઈ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું, છતાં પણ તેણે પોતાની મહનતના દમ પર પોતાની એક અલગ જ ઓળખ બનાવી લીધી હતી.

મિથુન બોલીવુડના સૌથી ધનવાન અભિનેતાઓમાંના એક છે, હાલ તો તે લાંબા સમયથી બોલીવુડથી દૂર છે. પણ તે ઘણા રિયાલિટી શો માં જોવા મળે છે. ફિલ્મો ન કરવા છતાં પણ મિથુનનું ટર્ન ઓવર 240 કરોડ રૂપિયા છે.

બૉલીવુડના સ્ટાર કિડ કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. બોલીવુડના સસ્ટાર કિડ કોઈ ફિલ્મમાં એન્ટ્રી કરી રહ્યું છે તો કોઈ તૈયારી કરી રહ્યું છે, આ વચ્ચે એક્ટર મિથુન ચક્રવતીનો દીકરો માશી ચક્રવતીની પણ બોલીવુડમાં એન્ટ્રી થઇ ગઈ છે. મીઠું ચક્રવતીઓ દીકરો જ નહીં પરંતુ દીકરી દિશાની ચક્રવતી પણ બૉલીવુડ ડેબ્યુ માટે તૈયાર થઇ ગઈ છે.

દિશાની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશાની ટેઈન ગ્લેમરસ તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયાની તસ્વીર જોઈને કહી શકાય છે કે, ખુબસુરત અને સ્ટાઈલિશ દિશાની એક્ટ્રેસોને ટક્કર આપી શકે છે.

અહેવાલો અનુસાર, દિશાનીએ ન્યૂયોર્ક ફિલ્મ એકેડેમીમાંથી એક્ટિંગનો અભ્યાસક્રમ લીધો છે. તે માત્ર ફિલ્મોમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.ઇશાનીએ 2017માં શોર્ટ ફિલ્મ ‘હોલી સ્મોક’ દ્વારા એક્ટિંગની શરૂઆત કરી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન તેમના મોટા ભાઇ ઉશ્મેયા (રિમોહ) ચક્રવર્તીએ કર્યું હતું. આ પછી તે અંડરપાસ નામની બીજી શોર્ટ ફિલ્મમાં જોવા મળી છે.

બૉલીવુડ અભિનેતા મિથુન ચક્રવર્તી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત અને ટોપ અભિનેતાઓની લીસ્ટમાંના એક છે. મિથુને વર્ષ 1976 માં ફિલ્મ ‘મૃગયા’થી બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી. તેના સિવાય તેણે બંગાળી, ઉડિયા, તમિલ, તેલુગુ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

મિથુનની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે અભિનેત્રી યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા. બંન્નેની પહેલી મુલાકાત વર્ષ 1979 માં થઇ હતી જેના પછી બંન્ને એકબીજાના પ્રેમમાં પડયા અને લગ્ન કરી લીધા. બંન્નેના ચાર બાળકો છે મહાક્ષય, ઉશ્મે અને નમાશી ચક્રવર્તી અને તેની ચોથી દીકરી દિશાની ચક્રવર્તી છે, ખુબ ઓછા લોકો જાણતા હશે કે દિશાની મિથુનની સગી દીકરી નથી પણ દત્તક લીધેલી દીકરી છે.

મીડિયા રિપોર્ટના આધારે દિશાનીને તેના પરિવારે ઉકરડામાં છોડી દીધી હતી. ત્યાંથી પસાર થતા લોકોએ તેને જોઈ,  જેના પછી તેઓએ એનજીઓ સાથે સંપર્ક કર્યો. દિશાની ખુબ જ કમજોર હતી અને રોઈ રહી હતી, મિથુને દિશાની વિષે સમાચાર વાંચ્યા અને તરત જ તેને દત્તક લઇ લેવાનો નિર્ણય લઇ લીધો. જેમાં તેની પત્નીએ પણ તેનો સાથ આપ્યો હતો. બંન્ને દિશાનીને પોતાના ઘરે લઇ આવ્યા અને પોતાના ત્રણે બાળકોની સાથે જ તેનો ઉછેર કર્યો હતો.

દિશાની લાઇમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને તે ખુબ જ સુંદર છે. દિશાનીએ ન્યુયોર્ક ફિલ્મ એકેડમીથી એક્ટિંગનો કોર્સ કર્યો છે અને તે પણ પોતાના પિતાની જેમ જ એક્ટિંગમાં કિસ્મત આજમાવવા માંગે છે. દિશાની સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર દિશાનીના 70 હજારથી પણ વધારે ફોલોઅર્સ છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.