ખબર

પત્નીને મનાવવા માટે પત્નીના પિયર ગયો હતો પતિ, પત્ની અને તેના પરિવાર દ્વારા કરી દેવામાં આવી હત્યા

પોતાની પત્નીને મળવા ગયેલો પતિને સાસરિયાવાળાએ પતાવી દીધો..પોતાની જ દીકરીને વિધવા કરી અને… જાણો સમગ્ર વિગત

પતિ અને પત્ની વચ્ચે નોકજોક અને ઝઘડાના કિસ્સા તો વારંવાર આવતા હોય છે પરંતુ આ દરમિયાન દ્વારકામાંથી એક ચકચારી ઘટના સામે આવી છે. પત્નીએ તેના પરિવાર સાથે મળી તેના પતિની હત્યા કરી દીધી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પંથકમાં છેલ્લા એકાદ સપ્તાહ દરમિયાન નિર્મમ હત્યાનો ત્રીજો બનાવ બન્યો છે. આ મામલે પોલિસ મથકમાં બુધવારે ગુનો નોંધાયો હતો અને આરોપી મૃતકની પત્ની, સાળો અને સાસુની થોડા જ કલાકોમાં અટકાયત કરી લીધી હતી.

વાત એવી હતી કે પતિ રિસાઇને ગયેલ પત્નીને મળવા માટે ગયો હતો. ત્યારે આરોપીઓએ તેને પથ્થરના ઘા મારી હત્યા કરી દીધી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. નોંધનીય છે કે, હત્યા કર્યા બાદ તમામ લોકો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ખેંગારભા માણેક બાળકને સાથે લઇને તેમની પત્નીને મળવા માટે ગયો હતો. પત્નીને મળવા ગયેલા પતિને તેની સાસુ સાથે કોઇ વાતને લઇને અનબન થઇ ગઇ હતી.

ત્યારે આ વાતને લઇને પહેલા તો તેની સાસુ દ્વારા ચટણી નાખવામાં આવી અને તે બાદ પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી દેવામાં આવી એટલું જ નહિ હત્યા કર્યા બાદ આરોપી પત્ની, મૃતકની સાસુ અને મૃતકનો સાળો ત્યાથી નાસી છૂટ્યા હતા. આ વાતની જાણ સવારે થતા પોલિસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.