કૌશલ બારડ લેખકની કલમે

લીવર ઇન્ફેક્શનથી લઈને શરીરની અનેક સમસ્યાઓ માટે કારગત છે મીઠો લીમડો! વાંચો કઢી લીમડાની ગુણકારક વાતો

મીઠા લીમડાનો ઉપયોગ આપણે ત્યાં શાક વઘારમાં અને અન્ય વઘાર અપાઈ શકે તેવી વાનગીઓમાં સોડમ લાવવા માટે થાય છે. મીઠા લીમડાના પાનના મસાલા પ્રકારના ઉપયોગને કારણે તેને ‘કઢી લીમડો’ પણ કહેવાય છે. મોટેભાગે આપણે દાળ-શાકમાં રહેલા મીઠા લીમડાના પાંદડાંને દૂર કરી દઈએ છીએ પણ ખરા અર્થમાં તે પણ કોઈ ઔષધિથી કમ નથી હોતાં!
આજે અહીં ચર્ચા કરવી છે મીઠો લીમડો શરીરને કઈ રીતે ઉપયોગી છે અને કેવા પ્રકારની બિમારીઓ સામે ઈલાજમાં કામ આવે છે તે બાબતે. એ પણ જાણી લો કે, મીઠા લીમડાને કડવા લીમડા સાથે કોઈ સબંધ નથી!
મીઠા લીમડાના પર્ણમાંથી થોડેઘણે અંશે વિટામીન એ, બી, સી અને ઇ પ્રાપ્ત થાય છે. તદ્દોપરાંત, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, કોપર જેવા પોષકતત્ત્વો પણ કઢી લીમડામાં ઉપલબ્ધ છે. વધારામાં, એમિનો એસિડ, નાયસિન, ફ્લાવોનોઇડ્સ અને એન્ટી ઓક્સિડેન્ટ્સ જેવા સ્ત્રોત પણ મળી આવે છે.

યકૃતને માટે છે ફાયદાકારક –યકૃત/લીવર આપણા શરીરની સૌથી મોટી ગ્રંથી છે, જે વિવિધ પ્રકારની બાયોકેમિકલ પ્રક્રિયાઓમાં પોતાનું યોગદાન આપે છે. આથી સાફ વાત છે કે, શરીરની તંદુરસ્તી માટે યકૃતનું ફીટ હોવું જરૂરી છે. મીઠા લીમડામાં એ ગુણ રહેલો છે કે જે યકૃતને બેક્ટેરિયા-વાઇરસના ઇન્ફેક્શનથી બચાવે છે.

રતાંધળાપણાથી બચાવે છે –
તમે વાંચ્યું હશે કે, વિટામીન-એ ની કમીને લીધે રતાંધળાપણું આવે છે અને આંખોની કાર્યક્ષમતા પર ખરાબ અસર પડે છે. આમ તો દૂધ, લીલાં શાકભાજી અને ગાજર વિટામીન-એ ના ભરપૂર સ્ત્રોત છે પણ મીઠા લીમડામાંથી પણ વિટામીન એ મળી રહે છે. જેનાથી રતાંધળાપણું દુર રહે છે.આ ઉપરાંત પણ મીઠા લીમડાના અમુક ઉપયોગો છે. વાળ ખરવાની સમસ્યા હોય તો મીઠા લીમડાના સૂકા પર્ણોની ભુકી તલ કે નારીયેળના તેલ સાથે ઉકાળી અને માથામાં ચોપડી દેવાનો ક્રમ થોડા દિવસો જારી રાખવાથી વાળના મૂળની મજબૂતાઈમાં વધારો થાય છે. શરીરમાં આયર્નના શોષણ માટે જવાબદાર ફોલિક એસિડ મીઠા લીમડાના પાંદડામાં મળે છે.
આયુર્વેદમાં હરેક નકામી લાગતી વનસ્પતિના અમુક ઉપયોગો આપેલા જ છે! જરૂર છે બસ તેમને ઓળખવાની! આર્ટીકલ સારો લાગ્યો હોય તો જરૂરથી આપના મિત્રો સાથે પણ શેર કરજો. ધન્યવાદ!

Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.