આ કારણે 2 દીકરીઓએ ઘર છોડ્યું, સ્કૂલમાં કહ્યું કે બીમાર છું એમ કહી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો અને

માં-બાપ માટે ચેતવણીરૂપ કિસ્સો: બે સગી બહેનો આ કારણે ઘર છોડ્યું, 56 દિવસો બાદ જ્યારે મળી તો આવી હતી હાલત

રાજસ્થાનની રાજધાની જયપુરના કરતારપુરાની શાળામાંથી લાપતા થયેલી બે સગી બહેનો આખરે 56 દિવસો બાદ મળી ચુકી છે.બંને બહેનો લાપતા થયા પછી રાજસ્થાનમાં હલ્લો મચી ગયો હતો. વકીલોના પ્રદર્શન પછી ડીજીપીએ આઈઆઈટીનું ગઠન કર્યું હતું જેના પછી રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસે મળીને 56 દિવસોમાં રમા અને ભાવના નામની બે સગી બહેનોને લખનઉના ગુડંબામાંથી શોધી કાઢી છે. તપાસમાં સામે આવ્યું કે બંને બહેનો સફળ બિઝનેસ વુમેન બનવા માટે ઘરેથી ભાગી ગઈ હતી.

3 ફેબ્રુઆરી-2022 ના રોજ પિતા એડવોકેટ અવધેશ કુમારે બંને દીકરીઓને શાળાએ છોડી હતી.જ્યાથી બંને બીમાર હોવાંનું બહાનું કર્યું અને ત્યાંથી નીકળી ગયી હતી જેના પછી બંનેએ પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો અને ટ્રેન દ્વારા લખનઉ પહોંચી ગઈ હતી.બંને બાળકીઓની શોધ ન કરવાના આરોપ લગાવતા વકીલોએ 21 માર્ચના રોજ હાઇકોર્ટની સામે અને કલૅક્ટ્રેટ સર્કિટ સામે પ્રદશન કર્યું હતું. જેના પછી ડીજેપી એમએલ લાઠરે કમિશનરના નેતૃત્વમાં 32 ઓફિસરોની ટિમ બનાવી હતી.

બંનેએ પહેલા તો યુટ્યુબ પર સર્ચ કર્યું કે અજાણ શહેરમાં ક્યાં રહી શકાય છે, ક્યાં જમવાનું મળશે અને જરૂર પડવા પર ક્યાં લોકો પાસે મદદ માંગવી.કેવી રીતે નોકરી મેળવવી, પૈસા કમાવવા અને જીવન વિતાવવું! આ તરીકાઓ પર બંને બહેનો આગળના છ મહિનાથી ઓનલાઇન સર્ચ કરી રહી હતી.બંને 23 નવેમ્બરના રોજ મુંબઈ જવા માટે પણ સ્ટેશન પહોંચી હતી પણ ટિકીટ ન મળવા પર ઘરે પરત આવી ગઈ હતી. બંને બહેનોએ ત્રણ શહેર પસંદ કર્યા હતા લખનઉ, મુંબઈ અને ચેન્નઈ અને અંતે તેઓએ લખનઉ જવાનું પસંદ કર્યું હતું.

લખનઉ પહોંચીને બંને બહેનોએ શરૂઆતના ચાર દિવસો પીજીમાં વિતાવ્યા હતા જેના પછી જાનકીપુરમ વિસ્તારમાં ગુડંબાની એક કંપનીમાં નોકરી પણ મેળવી લીધી. તે આ કંપનીમાં મચ્છર ભગાવવા માટે એક પ્રોડક્ટનું વેંચાણ કરવા માટે ડોર ટુ ડોર સેલ્સ માર્કેટિંગ કરવા લાગી તેના માટે કંપનીએ બંનેને જમવાની અને રહેવાની પણ વ્યવસ્થા આપી હતી.

બંને બહેનોએ એક ઓટોચાલક પાસેથી ફોન માંગીને પોતાની પૂર્વ સ્કૂલ ટીચરને ફોન કર્યો અને દાદી બીમાર હોવાની વાત કહીને 30,000 રૂપિયા માગ્યા હતા. જેના પછી પોલીસે ઓટોચાલકનો ફોન ટ્રેસ કર્યો હતો અને લખનઉ પહોંચી ગઈ. પોલીસને અહીંની CCTV ફૂટેજ મળી હતી જેમાં બંને બહેનો પ્રોડ્કટની માર્કેટિંગ કરતી જોવા મળી હતી.એવામાં પોલીસે 30 માર્ચે બંને બહેનોને બરામત કરી લીધી અને મોડી રાતે જયપુર લઈને પહોંચ્યા હતા.જ્યા તેને ઘરે મોકલવાને બદલે માનસરોવરમાં મહિલા થાણેમાં લઇ જવામાં આવી અને શુક્રવારે હાઇકોર્ટમાં પેશ કરવામાં આવી અને બાદમાં બંને બહેનો પરિવારને સોંપી દેવામાં આવી હતી.

Krishna Patel