જૂનાગઢમાંથી ગુમ થયેલા 15 વર્ષના લાડલા દીકરાની લાશ તળાવમાંથી મળતા જ માતાનું હૈયાફાટ રુદન, પરિવારમાં વ્યાપ્યો શોકનો માહોલ

ચાર-ચાર દિવસથી ગુમ થઇ ચૂકેલા વ્હાલસોયા દીકરાની લાશ તળાવમાંથી મળતા જ જૂનાગઢમાં વ્યાપી અરેરાટી, પરિવારના રડી રડીને હાલ થયા બેહાલ, વીડિયો આવ્યો સામે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાત અને અકસ્માતના ઘણા બધા મામલાઓ સામે આવે છે, જેમાં નાના બાળકોના પણ મોતના સમાચારથી લોકોમાં ચર્ચાનો વિષય બની જતો હોય છે, ત્યારે છેલ્લા બે દિવસથી જૂનાગઢમાંથી ગુમ થયેલા એક 15 વર્ષના કિશોરનો મુદ્દો પણ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. પરંતુ હવે આ સગીરની લાશ મળી આવતા પરિવાર માથે દુઃખોનું આભ તૂટી પડ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢની જલારામ સોસાયટી પાછળ રિદ્ધિ ટાવરમાં રહેતા અને શાળાનું સંચાલન કરતા 42 વર્ષીય દિપેશભાઇ દિનેશભાઇ જોષી દ્વારા ગત તા. 10 જુલાઇ 2022ના રોજ બી ડિવીઝન પોલીસ મથકમાં તેમના 15 વર્ષનો દીકરા મનનના ગુમ થવાની જાણ ઉપરાંત કોઈએ તેનું અપહરણ કર્યું છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

દિપેશભાઈએ પોલીસને આપેલી વિગતમાં જણાવ્યું હતું કે ગત 9 જુલાઈના રોજ તેમનો દીકરો મનન રાત્રે 9.30 કલાકાએ સોસાયટીના પાર્કિંગમાં બીજા છોકરાઓ સાથે રમવા જાઉં છું તેમ કહીને ગયો હતો. મનન રોજ રતારે 11 વાગે રમીને પરત પણ આવી હતી હતો અને તે દિવસે તે 11 વાગે પાછો ના આવતા તેમના મિત્રોના ઘરે પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ તે ત્યાં પણ નહોતો.

જેના બાદ તેમને સિક્યુરિટીને પૂછતાં તેમને જણાવ્યું હતું કે તે રાત્રે 9.30 વાગ્યે જ તેની લાલ રંગની સાઇકલ લઈને બહાર નીકળ્યો હોવાનું જણાવ્યું. તેના મોબાઈલ ઉપર ફોન કરતા તેને ફોન પણ ઉપાડ્યો નહોતો. જેના બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી, પોલીસે તેનું લોકેશન ટ્રેસ કરતા શહીદ પાર્કની પાછળ નરસિંહ મહેતા તળાવ તરફ જતા રસ્તે હોવાનું સામે આવ્યું હતું.

જેના બાદ ફાયર બ્રીગેડના તરવૈયાઓએ આખું નરસીંહ મહેતા તળાવ ઉલેચી નાંખ્યું હતું. પણ તેમાં તેનો કોઇ પત્તો લાગ્યો નહોતો. પરંતુ ગત રોજ એનડીઆરએફની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા પણ ત્યાં ઉમટી આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by AAPDU JUNAGADH ® (@aapdujunagadh)

NDRFની ટીમને સર્ચમાં બે દિવસ પહેલા જ તેની સાયકલ મળી હતી. જેથી મનનની શોધખોળ માટે પોલીસે સીસીટીવી કેમેરા તપાસવાના શરૂ કર્યા હતા, ત્યારે ગત રોજ તેની લાશ નરસિંહ મહેતા તળાવમાંથી મળતા જ પરિવારના માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. આ મામલે સગીરનું આકસ્મિક મૃત્યુ થયુ છે કે કોઈ અન્ય કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Niraj Patel