ખબર

ત્રણ વર્ષ પહેલા જે દીકરાનું અંતિમ સંસ્કાર કરી દીધો હતો તે આ લોકડાઉનમાં આવ્યો જીવતો પાછો

કોરોના વાયરસને  કારણે દુનિયાભરમાં લાખો લોકોના મૃત્યુ થયા છે. પરંતુ આ લોકડાઉનમાં જ એક એવી ઘટના બની છે જે કોઈને માન્યામાં નથી આવતી, ત્રણ વર્ષ પહેલા જે દીકરાનો અંતિમ સંસ્કાર કરી દીધો હતો તે જ દીકરો હવે જીવતો પોતાના ઘરે પરત ફર્યો છે.

Image Source

આ ઘટના બની છે મધ્યપ્રદેશના છત્તરપુરમાં. કોરોનની મહામારી વચ્ચે ત્રણ વર્ષ પહેલા જે પરિવારે પોતાના દીકરાનું અંતિમ સંસ્કાર કર્યું હતું એજ દીકરો પરિવારમાં પરત ફર્યો છે.

છત્તરપુરના બીજવર વિસ્તારમાં 3 વર્ષ પહેલા મૌનસઇયા જંગલમાં એક હાડપિંજર મળી આવ્યું હતું તેની ઓળખાણ ભગોલ આદિવાસીને પોતાના દીકરાના રૂપમાં કરી હતી, પરિવારજનોએ તેના કંકાલનો અંતિમ સંસ્કાર પોતાના દીકરાના રૂપમાં કરી નાખ્યો હતો.

Image Source

હવે કોરોના સંકટ વચ્ચે જયારે આંતરરાજ્યના પ્રવાસી મજૂરો પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે ત્યારે અચાનક જ ડિલારી ગામનો યુવકે ઉદય આદિવાસી પોતાના ઘટે પહોંચતા લોકો તેને જોઈને દંગ રહી ગયા હતા. જે પરિવારે તેના નામનો અંતિમ સંકસર કરી નાખ્યો હતો તે યુવક જીવતો સામે ઉભો હતો.

આ યુવકને પોલીસ પાસે લઇ જવામાં આવ્યો ત્યારે પોલીસ પણ હેરાન રહી ગઈ. ઉદય પોતાના પરિવારથી નારાજ થઈને ત્રણ વર્ષ પહેલા હરિયાણા ગુરુગામ ચાલ્યો ગયો હતો. ત્યાં તે એક ફેકટરીમાં કામ કરતો હતો પરંતુ લોકડાઉનના કારણે તેને પોતાના ઘરે પરત ફરવું પડ્યું.

Image Source

હવે પોલીસ અત્યાર સુધી આ યુવકને મૃત સમજી રહી હતી ત્યારે પોલીસ માટે બીજો પ્રશ્ન એ ઉભો થયો છે કે જે વ્યક્તિનું હાડપિંજર મળ્યું હતું તે વ્યક્તિ કોણ હતો? પોલિસને બંધ પડેલી ફાઈલ હવે પાછી ખોલવાનો વારો આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.