ખબર

90 દેશોની સુંદરીઓને પછાડી મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો આ બ્લેક બ્યુટીએ, જુઓ તસવીરો

વર્ષ 2019ની મિસ યુનિવર્સની સ્પર્ધામાં દુનિયાના કુલ 90 દેશોની સુંદર યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં ભારત તરફથી વર્તિકા સિંહે પણ ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતાનું આયોજન અમેરિકાના એટલાન્ટામાં થયું હતું જેમાં એક રંગારંગ કાર્યક્રમ દર્મિયાની વિજેતાની જાહેરાત કરવામાં આવી હતી.

Image Source

મિસ યુનિવર્સ 2019નો તાજ આફ્રિકાની બ્લેક બ્યુટી જોજીબીની ટૂંજીને પહેરાવવામાં આવ્યો હતો. 90 દેશોની સુંદરીઓએ આ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો જેમાં ઘણા બધા રાઉન્ડમાંથી પસાર થતા જોજીબીનીએ બધી જ સુંદરીઓને પછાડી આ તાજ પોતાના નામે કર્યો હતો.

Image Source

જયારે જોજીબીનીના નામની જાહેરાત થઇ ત્યારે તે પોતાનું નામ સાંભળી અને રડી ગઈ હતી. તેની આંખોમાં આંસુઓ આવી ગયા હતા. સ્ટેડિયમમાં રહેલા તમામ દર્શકોએ તાળીઓના સ્વાગતથી વધાવી લીધી હતી. જોજીબીની માટે આ ખુશી સાથે ગર્વ કરવાનો પણ એક અવસર હતો.

આ પ્રતિયોગિતમાં પૂછવામાં આવેલા સવાલ-જવાબના એક રાઉન્ડમાં એક સવાલનો જવાબ આપી જોજીબીનીએ ત્યાં રહેલા જજની સાથે સૌ પ્રેક્ષકોનું પણ દિલ જીતી લીધું હતું.

જોજીબીનીને પૂછવામાં આવ્યું હતું કે “સુંદરતાનો અર્થ શું છે?” ત્યારે જોજીબીનીએ કહ્યું:

“હું જે રૂપ રંગ સાથે જે દેશમાં પેદા થઇ છું, ત્યાં પારંપરિક રીતે મને સુંદર માનવામાં નથી આવતી, હું ઈચ્છું છું કે આ પુરસ્કાર જીતીને જયારે મારા દેશમાં પાછી ફરું ત્યારે મારા દેશના બાળકો મને જુએ અને ગર્વથી ઝૂમી ઉઠે, તેઓ મારામાં તેમનું અસ્તિત્વ જુએ.”

જોજીબીનીને જયારે તાજ પહેરાવવામાં આવ્યો ત્યારે તેને સોનેરી રંગનું સુંદર ગાઉન પહેર્યું હતું, પ્રતિયોગિતાના પહેલા રાઉન્ડમાં તેને રેમ્પ ઉપર પારંપરિક દક્ષિણ આફ્રિકી પોશાક પહેર્યો હતો.

ભારત તરફથી આ પ્રતિયોગિતામાં ભાગ લેનાર વર્તિકા સિંહ ટોપ 10માં પણ સ્થાન પામી શકી નહોતી જયારે આ અગાઉ ભારત તરફથી સુસ્મિતા સેન, લારા દત્તા, માનુષી છિલ્લર પહેલા આ ખિતાબ પોતાના નામે કરી ચુક્યા છે. વર્તિકાની સુંદરતા જોઈ તે ફાઇનલ સુધી પહોંચશે તેવી સૌને આશા હતી પરંતુ તે ટોપ 10માં પણ ના પહોંચી શકી.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.