મિસ ઇંડિયા તાજ જીતનારની માતાએ કરી આત્મહત્યા, કારણ જાણી હચમચી જશો

ફેમસ મિસ ઈન્ડિયા તાજ પ્રિન્સેસની માતાએ કરી આત્મહત્યા : દીકરીએ કહ્યું- ભાઈ 2 દિવસથી ગુમ… પોલીસનો ભાંડો ફોડ્યો

મિસ ઇન્ડિયા તાજ પ્રિંસેસનો ખિતાબ જીતનાર રિયા રૈકવારની માતાએ પોલિસ પ્રતાડનાથી તંગ આવીને આત્મહત્યા કરી લીધી. યુપીના બાંદ્રામાં તેઓ તેમના દીકરાના અપહરણની રીપોર્ટ દાખલ કરવવા ગયા હતા અને જયાં પોલિસે તેમની સાથે ખરાબ વ્યવહાર કર્યો. પાલિસ સ્ટેશનમાં થયેલી બેઇઝ્ઝતીથી શરમિંદા થયેલ મહિલાએ ઘરે આવીને રેલિંગમાં લટકીને આત્હત્યા કરી લીધી હતી. જેને તેમણે ફેસબુક પર લાઇવ પણ કર્યુ.

પરિવારવાળાએ પોલિસ પર પ્રતાડનાનો આરોપ લગાવ્યો છે. મહિલાની એક દીકરી રિયા રૈકવાર ફેશન મોડલ છે. તે એક સંગઠન તરફથી આયોજિત મિસ ઇંડિયા તાજ (ક્રાઉન પ્રિંસેસ) રહી ચૂકી છે.

રિયાનો ભાઇ છેલ્લા 2 દિવસથી લાપતા છે. તેની ફરિયાદ નોંધાવા રિયાની માતા પોલિસ સ્ટેશન ગયા હતા. તેમની સાથે તેમનો ભાઇ પણ હતો. આરોપ છે કે, પોલિસ સ્ટેશનમાં મહિલાનું માનસિક ઉત્પીડન થયુ જે બાદ તે પૂરી રીતે પરેશાન થઇ ગયા હતા અને તેમણે પરેશાનીની હાલતમાં ઘરે પહોંચી ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી.

રિયા રૈકવાર અને તેની બહેનોનો આરોપ છે કે, પોલિસ દ્વારા માનસિક ઉત્પીડનથી તંગ આવી તેમની માતાએ આ પગલુ ભર્યુ. તેમણે મામાની પણ જેલમાં બંધ હોવાની વાત કહી છે. ત્યાં જ અધિકારીઓનું કહેવુ છે કે, આત્મહત્યા બાદ ભાઇના ગાયબ થવાની સૂચના આપવામાં આવી છે. પરિવારના આરોપોની ગંભીરતાને ધ્યાને લઇને તપાસ કરવામાં આવશે અને આરોપીઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

બીજી બાજુ પોલિસ આ ઘટનાની પાછળ પૈસાની લેણદેણનો વિવાદ જણાવી રહી છે. પોલિસનું કહેવુ છે કે, પિતા ફાઇનેંસનું કામ કરી રહ્યા હતા, જેમાં ઘણા લોકોના પૈસા ફસાઇ ગયા હતા. પોલિસનું કહેવુ છે કે, જો દીકરો 2 દિવસથી લાપતા છે તો સૂચના કેમ પહેલા આપવામાં આવી નહિ. જયારે અમે તેમને પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે તેઓ બોલ્યા કે તેમનો દીકરો 2 દિવસથી લાપતા છે.

Shah Jina