31 સુંદરીઓને પાછળ છોડી આ ખૂબસુરત બલાએ જીત્યો “મિસ ઇન્ડિયા વર્લ્ડ 2022″નો ખિતાબ, તસવીરો જોઇ બોલિવુડની અભિનેત્રીઓને પણ ભૂલી જશો

દેશને નવી બ્યુટી ક્વીન મળી છે. ફેમિના મિસ ઈન્ડિયા 2022ની જાહેરાત કરી દેવામાં આવી છે. કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો તાજ જીત્યો છે. બ્યુટી વિથ બ્રેઈન સિની શેટ્ટીએ 31 હસીનાઓને હરાવીને આ ટાઇટલ પોતાને નામ કર્યુ છે. સિની શેટ્ટીને હવે સોશિયલ મીડિયા પર અભિનંદન મળવાના ચાલુ થઇ ગયા છે. સિની શેટ્ટીએ તેની સુંદરતા અને ઝડપી જવાબોથી જજોને પ્રભાવિત કર્યા. ટોન્ડ ફિગર, ગ્લેમરસ સ્ટાઇલ અને શાર્પ ફિચર્સ સિની શેટ્ટીના લુકને પરફેક્ટ બનાવી રહ્યા હતા.

જ્યારથી સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો છે ત્યારથી દરેક વ્યક્તિ તેના વિશે સર્ચ કરે છે, લોકો જાણવા માંગે છે કે આ સાઉથ ઈન્ડિયન બ્યુટી કોણ છે ? મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022ની ગ્રાન્ડ ફિનાલે 3 જુલાઈના રોજ મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં યોજાઈ હતી. જેમાં સિની શેટ્ટીએ તાજ પોતાના નામે કર્યો હતો. કર્ણાટકની સિની શેટ્ટીને મિસ ઈન્ડિયા 2022ની વિજેતા જાહેર કરવામાં આવી હતી.

ત્યાં રાજસ્થાનની રૂબલ શેખાવત મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022માં ફર્સ્ટ રનર અપ રહી હતી, જ્યારે ઉત્તર પ્રદેશની શિંતા ચૌહાણે સેકન્ડ રનર અપનો તાજ જીત્યો હતો.આ વખતે આ સ્પર્ધામાં 31 સુંદરીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી હતી. આ સમગ્ર શો દરમિયાન કેટલીક મોડલ્સે સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેમાં ઝારખંડની રિયા તિર્કીનું નામ ટોચ પર છે, પરંતુ જ્યારે મિસ ઈન્ડિયા 2022ના તાજની વાત આવી ત્યારે તેનો તાજ સિની શેટ્ટીને પહેરાવવામાં આવ્યો હતો.

મિસ ઈન્ડિયા વર્લ્ડ સિની શેટ્ટી, જેણે 2022નો ખિતાબ જીત્યો, તે માત્ર 21 વર્ષની છે. તે હાલમાં ચાર્ટર્ડ ફાઇનાન્સ એનાલિસ્ટનો કોર્સ કરી રહી છે. સિનીને ડાન્સનો ખૂબ જ શોખ છે.21 વર્ષીય સિની શેટ્ટી કર્ણાટકની છે પરંતુ તેનો જન્મ મુંબઈમાં થયો હતો. તેણે એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. તેણે ચાર વર્ષની ઉંમરે નૃત્ય કરવાનું શરૂ કર્યું અને 14 વર્ષની ઉંમરે તેણે અરંગેત્રમ અને ભરતનાટ્યમ પૂર્ણ કર્યું.

સિનીના પરિવારના સભ્યોએ તેના અભ્યાસમાં અને તેના દરેક પ્રયાસોમાં તેને ટેકો આપ્યો. તમે સિની શેટ્ટીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જોશો તો તેના ફોટોશૂટ ઉપરાંત તેના ઘણા વીડિયો પણ જોવા મળશે. તે ડાન્સિંગ રીલ્સ પણ બનાવે છે, જે વાયરલ થાય છે.સિનીનું ક્લાસિકલ ડાન્સ કોઈપણનું દિલ જીતી શકે છે. સિની બહુ પ્રતિભાશાળી છે. સિનીએ પોતાના કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. તે ઘણી મોટી જાહેરાતોમાં જોવા મળી છે.

તેનો કિલર લુક બોલિવૂડની હસીનાઓને પણ હરાવી દે છે. સિની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટા પર તેના ઘણી ફેન ફોલોઇંગ છે. હવે જ્યારે તે મિસ ઈન્ડિયા 2022 બની ગઈ છે, તો ચોક્કસ તેના ફોલોઅર્સની સંખ્યા ઝડપથી વધવાની છે.મિસ ઈન્ડિયા વર્લ્ડ 2022ના ગ્રાન્ડ ફિનાલેના રેડ કાર્પેટ પર બોલિવૂડ સ્ટાર્સની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી હતી.

બોલિવૂડની હસીનાઓ પોતાના અદભૂત લુકથી ધૂમ મચાવી રહી હતી. આ ઈવેન્ટમાં મલાઈકા ગોલ્ડન કલરના ડીપ નેક ટ્રાન્સપરન્ટ ગાઉનમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં અભિનેત્રી નેહા ધૂપિયા પીચ ગોલ્ડન કલરના ગાઉનમાં જોવા મળી હતી.બ્લેક એન્ડ વ્હાઇટ કલરના વેલ બોટમ સ્ટાઇલના આઉટફિટમાં કૃતિ સેનને બધાનું દિલ જીતી લીધું હતું.

તમને જણાવી દઈએ કે આ વખતે ગ્રાન્ડ ફિનાલેમાં એક કે બે નહીં પરંતુ છ સેલેબ્સ જજની પેનલમાં સામેલ થયા હતા. જેમાં મલાઈકા અરોરા, નેહા ધૂપિયા, ડીનો મોરિયા, રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શમ્મક દાવરે જજ તરીકે હાજરી આપી હતી. આટલું જ નહીં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજ પણ આ પેનલમાં સામેલ થઈ.

Shah Jina