ખબર મનોરંજન

સસરા સાથે ગંદા સીન બતાવનાર વેબ સિરીઝ પર થયો હંગામો, હટી જશે વિવાદિત સીન

સસરાથી પ્રેગ્નન્ટ થઇ વહુ, જાણો કેમ વિવાદમાં છે મિર્ઝાપુર-૨?

મિર્ઝાપુરમાં એક સીનને લઈને ઉઠેલા વિવાદને કારણે વેબસીરીઝ મેકર મશહૂર લેખકની માફી માંગી છે. ક્રાઇમ ફિક્શન બેસ્ડ નોવેલ લખવા માટે દુનિયાભરમાં મશહૂર લેખક સુરેન્દ્ર મોહન પાઠકે આ વાતથી બેહદ દુઃખી નજરે આવે છે.

મિર્ઝાપુર વેબસીરીઝમાં તેના પુસ્તક ધબ્બાનો ખરાબ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. જેનાથી તેને અને તેના પુસ્તકની છબીને નુકસાન પહોંચ્યું છે. સુરેન્દ્દએ પ્રોડક્શન હાઉસે ચેતવણી આપી હતી કે, જો આ સીનને હટાવવામાં નહીં આવે તો તે મિર્ઝાપુર વેબ સિરીઝ વિરુદ્ધ કાનૂની કાર્યવાહી પણ કરી શકે છે. હાલ તો આ સીન હટાવી દેવામાં આવ્યો છે. પ્રોડક્શન હાઉસે લેખકની માફી પણ માંગી છે.

મિર્ઝાપુર-2ની મુશ્કેલી ઓછું થવાનું નામ જ નથી લઇ રહી. એક તરફ મિર્ઝાપુરની નવી સીરીઝને પસંદ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ વેબસીરીઝ કંટ્રોવસીનો હિસ્સો બનતી નજરે આવી રહી છે. આ વેબસિરીઝમાં એક સીન આવે છે. જેમાં કુલભૂષણ ખરબંદા સત્યાનંદ ત્રિપાઠીના રોલમાં નજરે આવે છે. હાથમાં સુરેન્દ્ર મોહન પાઠકનું પુસ્તક ધબ્બા પકડેલું જોવા મળે છે. આ પુસ્તકની સાથે જે બોલે છે તેનાથી સુરેન્દ્ર મોહન પાઠકને તકલીફ પડે છે અને તેને હટાવવાની  માંગ કરે છે.

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીની પ્રોડક્શન કંપની એક્સેલ એન્ટરટેઇનમેન્ટના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા માફી પત્રને શેર કરવામાં આવ્યો છે. જેમાં સિરીઝના સર્જક અને લેખક પુનીત ક્રિષ્નાની સહી છે. સુરેન્દ્ર મોહન પાઠકે સિરીઝના મેકર્સ પર કોપીરાઈટ એક્ટના ઉલ્લંઘનો આરોપ લગાડતા નારાજગી વ્યક્ત કરી હતી. આ વિવાદ સિરીઝના એપિસોડ 3 માં સીનને લઈને હતો. જેમાં કુલભૂષણ ખરબંદા  પાઠકની નવલકથા ‘ધબ્બા’ વાંચતા નજરે પડ્યા હતા.

ફરહાન અખ્તર અને રિતેશ સિધવાણીએ ટ્વિટ કર્યું – પ્રિય સુરેન્દ્ર મોહન પાઠક, તમારા દ્વારા મોકલેલી નોટિસ અમારા ધ્યાનમાં આવી છે કે તાજેતરમાં જ રીલિઝ થયેલી વેબ સિરીઝ મિર્ઝાપુર 2માં એક સીન છે. જેમાં સત્યાનંદ ત્રિપાઠી નામનો રોલ  ‘ધબ્બા’ નવલકથા વાંચી રહ્યો છે, જે તમે લખી છે. આ સાથે તે સીનમાં વપરાતા વોઇસ ઓવરથી તમારી અને તમારા ચાહકોની લાગણી દુભાય છે. અમે આ માટે માફી માંગીએ છીએ અને તમને કહેવા માંગીએ છીએ કે તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે આ કરવામાં આવ્યું નથી.

અમે ખાતરી કરવા માગીએ છીએ કે તેની સુધારણા થશે. અમે સીનમાં બુક કવરને બ્લર કરીશું અથવા ત્રણ અઠવાડિયામાં વોઇસ ઓવર દૂર કરીશું. મહેરબાની કરીને તમારી લાગણીઓને અજાણતાં દુઃખ પહોંચાડવા બદલ અમારી માફી સ્વીકારો.

 

View this post on Instagram

 

A post shared by Mirzapur Amazon (@yehhaimirzapur) on

જણાવી દઈએ કે સુરેન્દ્ર મોહન પાઠકે મિર્ઝાપુર 2 ના નિર્માતાઓને એક નોટિસ મોકલીને આક્ષેપ કર્યો હતો કે આ સિરીઝમાં તેની છબીને દૂષિત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે પ્રોડક્શન હાઉસને ચેતવણી આપી હતી કે જો આ સીન સિરીઝમાંથી હટાવવામાં નહીં આવે તો તેઓ મિર્ઝાપુર વેબ સિરીઝ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે.