મનોરંજન

પોતાના કિરદારને લીધે શા માટે ચર્ચામાં છે મુન્ના ભૈયાની પત્ની અને CM ‘માધુરી યાદવ’

વેબ સિરીઝમાં સંસ્કારી વહુનો રોલ નિભાવ્યો પણ અસલી જીવનમાં ખુબ જ બોલ્ડ છે- જુઓ PHOTOS

મિર્ઝાપુર સીઝન-2 પણ દર્શકોને ખુબ પસંદ આવી છે. આ સીઝનના દરેક કલાકારોનો અભિનય દર્શકોને ખુબ પસંદ આવ્યો હતો. મોટાભાગના કલાકારો પહેલી સીઝનના છે પણ બીજી સીઝનમાં એક નવી મહિલા કલાકારે દર્શકોનું દિલ જીત લીધું છે.

સાડી પહેરીને અને માથા પર પાલવ ઓઢીને જ્યારે અભિનેત્રી ‘ઈશા તલવાર’ સ્ક્રીન પર આવી તો લોકો હેરાન જ રહી ગયા હતા. માધુરીના કિરદારે લોકોને ખુબ પ્રભાવિત કર્યા છે. જણાવી દઈએ કે સિરીઝમાં સીધી-સાદી દેખાતી ઈશા અસલ જીવનમાં એકદમ બોલ્ડ અને સુંદર છે.

ઈશા તલવાર આ સીઝનમાં માધુરી યાદવના કિરદારમાં જોવા મળી છે અને તેણે કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠીની વહુનો કિરદાર નિભાવ્યો છે જે પોતાના શાતીર મગજથી કાલીન ભૈયાને માત આપી દે છે અને તેની સામે જ મુખ્યમંત્રીની ખુરશી પોતાની કરી લે છે અને તેના સામ્રાજ્યને હલાવી નાખે છે.

મિર્ઝાપુર-2 રીલિઝ થતા જ ઈશા તલવાર ખુબ ચર્ચાનો વિષય બની ગઈ છે. મિર્ઝાપુર-2 માં માધુરી યાદવ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સૂર્ય પ્રતાપની દીકરી હોય છે, જે એક વિધવા હોય છે. પહેલા જ સીનમાં ત પોતાની અલગ જ છાપ છોડી જાય છે અને તેના લગ્ન મુન્ના ભૈયા સાથે થઇ જાય છે.

ઇશાનું ચર્ચાનો વિષય બનવાનું બીજું કારણ એ પણ છે કે તેનો લુક રાજનીતિ ફિલ્મની કૈટરીના કૈફને મળતો આવે છે. આ ફિલ્મમાં કૈટરીના કૈફે પણ વિધવાનો રોલ કર્યો હતો.

ઈશા તલવારનો જન્મ 22 ડિસેમ્બર 1987 ના રોજ મુંબઈમાં થયો હતો. ઈશા એક ભારતયી ફિલ્મ અભિનેત્રી અને મૉડલ પણ છે. ઈશાના પિતાનું નામ વિનોદ તલવાર છે, જે પણ પણ એક અભિનેતા છે.

ઈશાએ મુંબઈની સેંટ જેવિયર કૉલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઈશા ફિલ્મ હમારા દિલ આપકે પાસ હૈ માં બાળ કલાકારના સ્વરૂપે જોવા મળી હતી. જો કે ઈશા મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા મળે છે.

ઈશાએ ફિલ્મી કારકિર્દીની શરૂઆત મલયાલમ ફિલ્મો દ્વારા કરી હતી. ઈશા બોલીવુડની ફિલ્મો જેવી કે ટ્યુબલાઈટ, કાલકાંડી, આર્ટિકલ-15, અને ગિન્ની વેડ્સ સનીમાં જોવા મળી ચુકી છે. આટલી બધી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય હોવા છતાં ઈશાને સાચી ઓળખ મિર્ઝાપુર-2 માં માધુરી યાદવના કિરદાર દ્વારા મળી છે.