અજબગજબ

આ છોકરીના કમરના કારનામાનો મુકાબલો બાબા રામદેવ પણ નહિ કરી શકે, જુઓ કેવી રીતે પોતાની જ કમરમાં ગાંઠ વાળી દે છે, જુઓ વિડીયો…

પોતાના સ્વાસ્થ્ય અને ફિગરને લઈને દરેક કોઈ સજાગ રહેતા હોય છે.ખાસ કરીને મહિલાઓ જે પોતાને ફિટ રાખવા માટે જાત-જાતના ડાઈટ ચાર્ટની મદદ લેતી હોય છે અને ફિઝિશિયનથી લઈને બ્યુટિશિયન સુધીની મદદ લેતી હોય છે.એવામાં આજે અમે તમને એક એવા કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કલા દરેક કોઈને ક્ષણવારમાં આશ્ચર્યમાં મુકી શકે છે.

Image Source

કહેવાય છે ને કે દુનિયામાં એકથી એક કલાકાર ભર્યા પડ્યા છે.જેમાના ઘણા કલાકાર પોતાના એવા-એવા કારનામા દેખાડે છે કે તેને જોઈને દરેક કોઈ હેરાનીમા પડી જાય છે કે આખરે આ કેવી રીતે શક્ય બન્યું હશે? એવામાં આજે અમે તમને એવી જ એક સર્બિયામાં રહેનારી કલાકાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કલા કોઈ અજુબાથી ઓછી નથી.અમે વાત કરી રહ્યા છીએ મેકઅપ આર્ટિસ્ટ મિરજાના કીકા ની જેના કારનામા જોઈને દરેક કોઈ તેની કલાના દીવાના થઇ ગયા છે.

યુવતીઓ મોટાભાગે પોતાની ડાઈટિંગ અને એક્સરસાઇઝ પર વધારે ધ્યાન આપતી હોય છે ખાસ કરીને તેની કમર પર. પણ શું તમે ક્યારેય કોઈ છોકરીની એવી પાતળી કમર જોઈ છે જેમાં ગાંઠ પણ લાગી જાય? જો કે આપણે આવી કલ્પના પણ ના કરી શકીયે પણ મેકઅપ આર્ટિસ્ટ મિરજાનાએ આ કારનાઓ કરી દેખાડ્યો છે.

મિરજાનાએ કંઈક એવી અનોખી પેઇન્ટિંગ બનાવી છે જેને જોઈને દરેક કોઈ હેરાન રહી ગયા છે અને પેઇન્ટિંગના ખુબ વખાણ કરી રહ્યા છે.મિરજાનાએ આ પુરી પેઇન્ટીંગનો વિડીયો પણ બનાવ્યો છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કર્યો છે, જે ખુબ વાઇરલ પણ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે મેકઅપ આર્ટિસ્ટ મિરજાનાએ પોતાની કલાકૃતિના દમ પર પોતાના પેટ પર એવી આકૃતિ બનાવી છે કે જેને જોઈને લાગી રહ્યું છે કે જાણે કે તેના પેટ પર ગાંઠ વળેલી છે.પહેલી નજરમાં જોતા દરેક કોઈ દગો ખાઈ શકે છે કે આખરે આ વાસ્તવિકતા નહિ પણ એક પેઇન્ટિંગ છે.મિરજાનાના આ વીડિયોને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ખરેખર મિરજાનાની આ કલાકૃતિ વખાણને પાત્ર છે. મિરજાનાને બાળપથી જ પેઇન્ટીંગનો ખુબ જ શોખ હતો અને તેણે પોતાના આ જ શોખને કેરિયર બનાવવાનો નિર્ણય લઇ લીધો. આજે મિરજાના ફેસ પેઇન્ટિંગ, સ્કિન ઇલ્યુશન,બોડી પેઇન્ટિંગ અને મેકઅપમ માટે ખુબ જ લોકપ્રિય બની ગઈ છે. મિરજાનાને પોતાની કલાકૃતિ માટે સર્બિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ઑસ્કાર એવોર્ડથી સમ્માનિત પણ કરવામાં આવી ચુકી છે.

જુઓ મિરજાનાની અનોખી પેઇન્ટિંગનો વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks