ભારતમાં આવેલા છે હનુમાનજીના 5 ચમત્કારિક મંદિર, કોઈપણ ભક્ત ખાલી હાથે નથી જતો

હનુમાનજીની પૂજા માટે મંગળવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે હનુમાનજી ભક્તો પર ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજીની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે. જો કે હનુમાનજીના ઘણા મંદિરો છે, પરંતુ 5 ચમત્કારી માનવામાં આવે છે. આગળ ચાલો જાણીએ હનુમાનજીના 5 ચમત્કારી મંદિરો વિશે.

હનુમાન મંદિર પ્રયાગરાજ : હનુમાનજીનું આ મંદિર પ્રયાગરાજમાં સંગમના કિનારે આવેલું છે. આ એક માત્ર મંદિર છે જ્યાં હનુમાનજીની 20 ફૂટ ઉંચી પ્રતિમા છે. આ મંદિરમાં દર્શન કરવાથી તમામ પરેશાનીઓનો અંત આવે છે.

હનુમાન ધારા મંદિર : હનુમાનજીને સમર્પિત આ મંદિર ચુત્રકૂટમાં છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિની પાસે પાણીના બે કુંડ છે. આ કુંડમાંથી પાણીનો પ્રવાહ હનુમાનજીને સ્પર્શીને વહે છે. આથી આ મંદિરનું નામ હનુમાન ધારા પડ્યું. અહીં દર્શન કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે.

હનુમાનગઢી મંદિર : હનુમાનજીનું આ મંદિર અયોધ્યામાં આવેલું છે. આ મંદિર હનુમાનગઢીના નામથી પ્રખ્યાત છે. અહીં 60 પગથિયાં ચઢીને હનુમાનજીના દર્શન થાય છે. દર્શન કર્યા પછી મનોકામના પૂર્ણ થાય છે, એવી માન્યતા છે.

સંકટમોચન મંદિર : હનુમાનને સમર્પિત આ મંદિર વારાણસીમાં છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરની મૂર્તિ તુલસીદાસની તપસ્યાથી પ્રગટ થઈ હતી. કહેવાય છે કે આ મંદિરમાં બિરાજમાન ભગવાન હનુમાનના દર્શનથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ઊંધા હનુમાન મંદિર : ઉંધા હનુમાનજીનું મંદિર ઈન્દોરમાં છે. આ મંદિરમાં ઉંધા હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે પણ આ મંદિરમાં આવે છે તે ખાલી હાથે નથી જતો.

YC