આપણા દેશમાં વિવિધ રહસ્યમયી અને ચમત્કારિક મંદિરો આવેલા છે. એવું જ એક મંદિર છે કે જ્યાનો ચમત્કાર જાતે જ એક આશ્ચર્ય પમાડે એવી વાત છે. આજે જે મંદિર વિશે વાત કરીશું એ મંદિરની મહિમા ખૂબ જ અલગ છે. આ મંદિર વરસાદ આવતા પહેલા જ વરસાદ આવવાના સંકેત આપી દે છે.
ઉત્તરપ્રદેશ રાજ્યના કાનપુરમાં આવેલું આ મંદિર, વરસાદને લઈને એકદમ સચોટ માહિતી આપે છે. એવું માનવામાં આવે છે કે જયારે પણ વરસાદ થવાનો હોય છે, ભરપૂર તડકામાં પણ મંદિરની છતમાંથી પાણી ટપકવા લાગે છે. આટલું જ નહીં, વરસાદ શરુ થતા જ મંદિરના છતમાંથી ટપકતું પાણી એકદમ બંધ થઇ જાય છે.
કાનપુર જિલ્લાના વિક્શખંડ ગામથી 3 કિલોમીટર દૂર બેંહટામાં સ્થિત એક મંદિર છે જ્યા ભગવાન જગન્નાથની પૂજા થાય છે. આ મંદિરને ભગવાન જગન્નાથના અતિ પ્રાચીન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. અહીંના સ્થાનીય લોકો આ તેમને ઠાકુર બાબાજીના નામથી બોલાવે છે અને આખું ગામ એમની આરાધના કરે છે. આ મંદિરમાં ભગવાન જગ્ગનાથ સિવાય બલરામ અને સુભદ્રાણિ મૂર્તિઓ પણ છે. આ મૂર્તિઓ કાળા રંગના ચીકણા પથ્થરોથી બનેલી છે. મંદિરના પરિસરમાં ભગવાન સૂર્ય અને પદ્મનાભની મૂર્તિઓ પણ લાગેલી છે.
આ મંદિરની ખાસ વાત એ છે કે જ્યારે પણ વરસાદ થવાનો હોય છે તેના 6-7 દિવસ પહેલા જ હલકા-હલકા પાણીના ટીપા પડવા લાગે છે, અને ગામના લોકોને ખબર પડી જાય છે કે હવે વરસાદ પડવાનો છે, ચોમાસુ નજીક છે. અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સંકેતથી ખેડૂતોને પોતાનો પાક બચાવવાની તક મળી જાય છે અને તેઓ પોતાના પાકને સુરક્ષિત કરી લે છે.
છત ટપકવી એ કોઈ ખાસ વાત નથી પરંતુ જયારે ઉનાળો ચાલતો હોય છે ત્યારે પણ આ છત ટપકવા લાગે છે અને એ પછી વરસાદ શરુ થાય છે. ભગવાન જગન્નાથના આ પ્રાચીન મંદિરમાં આ ઘટના વર્ષોથી થઇ રહી છે. સ્થાનિક લોકોની સાથે સાથે વૈજ્ઞાનિકો માટે પણ આ વાત ઘણી રસપ્રદ અને રહસ્યમય છે કે આખરે આ ચમત્કાર કઈ રીતે થાય છે. અત્યાર સુધી મોસમ વિભાગ અને પુરાતત્વ વિભાગ આ વાતની જાણકારી નથી મેળવી શક્યા કે આ ચમત્કાર છે કે વાતારણમાં બદલાવના કારણે આમ થાય છે. જો મંદિરની વાત કરીએ તો મંદિરની દીવાલો 14 ફુટ પહોળી છે. અને ઉપર પાણીનો કોઈ જ સ્ત્રોત નથી.
દર વર્ષે અહીં ભગવાન જગન્નાથની શોભાયાત્રા હર્ષોલ્લાસ સાથે આખા ગામમાં નીકળે છે, દરમ્યાન આખું ગામ આમ સામેલ થાય છે. શોભાયાત્રામાં ભગવાનની ઝલક મેળવવા માટે કાનપુર સિવાય આસપાસના શહેરથી પણ લોકો આવે છે. આ શોભાયાત્રામાં જુદા-જુદા કાર્યક્રમો અને ઝાંખીઓ પણ નીકળે છે.
અહીંના લોકો કહે છે કે આ મંદિરમાં કેટલાક એવા મોનસૂની પથ્થરો લાગેલા છે. આમ તો આ મંદિર ઘણું પ્રાચીન છે, એટલે લોકોને એ વાતની જાણકારી નથી કે આખરે આ પથ્થરો ક્યાંથી લાવવામાં આવ્યા છે. સ્થાનીય લોકોનું કહેવું છે કે આ મંદિર મહાભારતના સમયથી બન્યું છે અને આ મંદિરનું નિર્માણકાર્ય કુરુક્ષેત્ર યુદ્ધ પછી થયું હતું. ત્યારે પુરાતત્વ વિભાગના કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ મંદિર બૌદ્ધ ધર્મના સમયમાં બનેલા મંદિરો જેવું લાગે છે. એટલે આ મંદિર અશોકકાળનું માનવામાં આવે છે. જો કે કેટલાક પુરાતત્વ વિદોનું કહેવું છે કે આ મંદિર પર બનેલું એક મોરપીંછ હર્ષવર્ધનના કાળ તરફ ઈશારો કરે છે. જો કે આજ સુધી આ મંદિરના ઇતિહાસ વિષે કોઈ જ સચોટ જાણકારી મેળવી શક્યું નથી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks