ફક્ત 5 મિનિટ સુધી દબાવી રાખો મુઠ્ઠીમા નમક, પછી જુઓ કેવો ચમત્કાર થાય છે
મીઠાનો ઉપયોગ આપણે સામાન્ય રીતે જમવામાં કરતા હોઈએ છીએ, મીઠા વિના ભોજનનો કોઈ સ્વાદ રહેતો નથી એ આપણે સૌ ઘણી સારી રીતે જાણીએ છીએ. રાસાયણિક દૃષ્ટિએ આપણે જોઈએ તો મીઠું સોડિયમ ક્લોરાઇડ છે. જેનું ક્રિસ્ટલ પારદર્શક અને ઘણાંકાર છે. શુદ્ધ મીઠું રંગ વિહોણું હોય છે. પરંતુ લહમય અપદ્રવ્યોના કારણે તેનો રંગ પીળો અથવા લાલ બની જાય છે. આ તો થઇ મીઠાની વાત પરંતુ શું તમે જાણો છો મીઠાનો જમવામાં વપરાશ સિવાય પણ બીજા કેટલાક મોટા ફાયદા છે, ચાલો તમને જણાવીએ.

નકારત્મક્તાને કરશે દૂર:
જો તમને કોઈ કામ કરવામાં મન નથી લાગી રહ્યું અને દરેક સમયે તમારા દિમાગમાં નકારત્મક વિચારો જ આવી રહ્યા છે તો તમે થોડું મીઠું પોતાની હથેળીમાં લઈને બંધ કરી લો. 5 મિનિટ સુધી તમારી મુઠ્ઠીને બંધ રહેવા દો. અને મનમાં જ ૐનું ઉચ્ચારણ કરો, પછી એ મીઠાને વોશ બેસીનમાં નાખીને નળ ચાલુ કરી વહાવી દો. આ પ્રયોગ તમારે સોમવાર, બુધવાર અને શુક્રવારના ત્રણ દિવસ દરમિયાન કરવાનો રહેશે, પછી જુઓ તમારા જીવનમાં શું કમાલ થાય છે.

રાત્રે આવતા ખરાબ સપના થશે દૂર:
જો તમને રાત્રે ઊંઘમાં ખરાબ સપના આવી રહ્યા છે અને તમે આ ખરાબ સપનાઓમાંથી કાયમી મુક્તિ મેળવવા માંગતા હોય તો એક ચપટી મીઠું એક કાગળમાં લઇ તે કાગળને પોતાના તકિયા નીચે રાખી દો. સવારે ઉઠીને આ મીઠાને નળ નીચે રાખી વહાવી દો, સતત એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરો, તમારી આ સમસ્યા હંમેશને માટે દૂર થઇ જશે.

શનિની સાડાસાતી અને મહાદશા પણ થશે દૂર:
જો કોઈ વ્યક્તિ શનિની સાડાસાતી અથવા તો મહાદશાથી પીડાઈ રહ્યો હોય તો તેવા વ્યક્તિએ એક કાગળની અંદર થોડું મીઠું લઈને તેમાં લોખન્ડની એક નાની ખીલી રાખી તેનું પડીકું વાળી પીપળાના નીચે રાખી દેવું, તમારી તકલીફો ટૂંક સમયમાં જ દૂર થવા લાગશે.