જ્યોતિષ શાસ્ત્ર

પૂજા સિવાય પણ આ 6 રીતે જો સોપારીનો ઉપયોગ કરો છો તો બદલાઈ જશે તમારી કિસ્મત, વાંચો કેવી રીતે?

સોપારીને આપણે પૂજામાં અને ખાવામાં ઉપયોગ કરીએ છીએ, શાસ્ત્રો પ્રમાણે જોવા જઈએ તો સોપારી ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. દરેક પૂજા વિધિમાં તેનું આગવું સ્થાન પણ રહેલું છે. દેવી દેવતાઓની મૂર્તિના બદલામાં સોપારીની પૂજા કરી શકાય છે. પરંતુ સોપારીના બીજા પણ ઘણા ફાયદા છે, જો સોપારીનો ઉપયોગ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે કેટલીક રીતે કરવામાં આવે તો તે તમારું કિસ્મત પણ બદલી શકે છે, એવા જ 6 પ્રકારના ઉપાયો અમે તમારી સમક્ષ લઈને આવ્યા છે જેના દ્વારા તમે તમારું કિસ્મત પણ બદલી શકો છો.

Image Source

પૈસાની અછત કરે છે દૂર:
સોપારીનો ઉપયોગ ધનલાભ માટે પણ કરવામાં આવે છે. સોપારીને જો તિજોરીમાં રાખવામાં આવે તો દેવી લક્ષ્મીની કૃપા પણ બનેલી રહે છે આ માટે તમારે એક સોપારી લઈને તેના ઉપર જનોઈ બાંધી દેવી, જેનાથી એ સોપારી ગૌરી ગણેશનું રૂપ બની જશે અને તે સોપારીને જે જગ્યાએ તિજોરીમાં તમે પૈસા મૂકી રાખો છો એ સ્થાન ઉપર મૂકી દેવી જેનાથી તમને પૈસાથી અછત પણ દૂર થશે.

Image Source

ધંધામાં કરે છે વૃદ્ધિ:
જો તમે પણ તમારા ધંધામાં બરકત ;લાવવા માંગતા હોય તો રવિવારના દિવસે પીપળાની પૂજા કરી તેનું એક પાન તોડી ઘરે લઇ આવવું. આ પાન ઉપર 1 રૂપિયાનો સિક્કો અને સિક્કા ઉપર સોપારી મૂકી દેવી. આ ત્રણેય વસ્તુઓને સાથે રાખી પોતાના ધંધાની જગ્યા ઉપર લઇ જઈ ત્યાંની તિજોરીમાં સ્થાપિત કરવી જેના કારણે તમારા ધંધામાં આવતી મુશ્કેલીઓ પણ દૂર થઇ જશે અને ધંધામાં સારી વૃદ્ધિ પણ આવશે.

જીવનમાં મળશે સફળતા:
જીવનમાં મળતી અસફળતાઓથી જો તમે હારી ગયા હોય તો સોપારીનો આ ઉપાય તમારા જીવનને સફળતાથી ભરી દેશે. તેના માટે તમારે ફક્ત સોપારી, નાગરવેલનું પાન, ઘી, નાડાછડી અને સિંદૂરની જરૂર છે. સૌ પ્રથમ ઘીની અંદર સિંદૂર ભેળવી દેવું અને તેનાથી પાન ઉપર સ્વસ્તિક બનાવી લેવો, સોપારી ઉપર નાડાછડી વીંટી લેવી અને એ સોપારીને પાન ઉપર રાખી તેની પૂજા કરવી, પૂજા કાર્ય બાદ એ પાનને સોપારી સહીત પૂજા ઘરમાં રાખી દેવું આ ઉપાયથી તમે સફળતાનાં નવા રસ્તાઓ ખુલવા લાગશે અને તમે સફળતા સુધી પહોંચી જશો.

Image Source

લગ્ન અને શુભ પ્રસંગો જલ્દી થશે:
તમારા ઘરમાં કોઈના લગ્ન અથવા તો કોઈ શુભ પ્રસંગોમાં વારંવાર અડચણો આવતી હોય અથવા તો લગ્ન ના થતા હોય તો એક ચાંદીની ડબ્બી ખરીદી તેની અંદર સોપારી રાખી લો, ત્યારબાદ એ ડબ્બીને પૂજા ઘરમાં રાખી દેવી જેના કારણે શુભ કર્યો આરંભાશે અને લગ્ન જેવા કર્યો પણ વહેલા થશે.

Image Source

ઘરમાંથી તાણ થશે દૂર:
ઘરની અંદર રહેલી નકારાત્મક ઉર્જાના કારણે ઘરની અંદર તણાવ રહેતા જોવા મળે છે, આ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે સોપારીને કોઈ ચાંદીના વાસણમાં ઘરના પૂર્વ અથવા ઉત્તર દિશામાં રાખી દેવી, અને તેના ઉપર સૂર્ય પ્રકાશ પણ પડે તે રીતે તેની રાખવી, આમ કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને તણાવ પણ દૂર થઇ જશે.

Image Source

મુશ્કેલીઓ કરે છે દૂર:
જો તમારા કોઈ કાર્યમાં સતત અવરોધો આવતા હોય અને કોઈ કામ કરવા માટે જાઓ ત્યારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય ત્યારે તમારા ખિસ્સાની અંદર સોપારી સાથે લવિંગ પણ રાખી લેવા જેના કારણે આ તકલીફોમાંથી છુટકારો મળશે અને તમારું કામ પણ વિઘ્ન વિના જ પૂર્ણ પણ થઇ જશે. તમારું કામ સફળતાથી પૂર્ણ થયા બાદ આ સપરી અને લવિંગને મંદિરની અંદર અર્પણ કરી દેવું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.