ભગવાન શંકરના આ રહસ્યમયી કુંડમાં થાય છે અદભુત ચમત્કાર, વિજ્ઞાનના નિયમો પણ થઈ જાય છે ફેલ

આ વિશ્વમાં અનેક ચમત્કારિક મંદિરો અને જગ્યાઓ આવેલી છે. તેના રહસ્યો અને ચમત્કારોને જોઈને દરેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે. આવો જ એક ચમત્કારિક કુંડ ઉત્તર પ્રદેશના સીતાપુરમાં આવેલો છે. આ અદભુત કુંડના ચમત્કાર જોઈને વિજ્ઞાનના નિયમો પણ ફેલ થઈ જાય છે. આ ચમત્કારીક કુંડ ભગવાન શંકરના એક મંદિરમાં આવેલો છે. આમ જોવા જઈએ તો વિજ્ઞાનના નિયમ પ્રમાણે હલકી વસ્તુઓ પાણીમાં તરે છે અને ભારે વસ્તુઓ પાણીમાં ડૂબી જાય છે.

જ્યારે દૂધને પાણીમાં નાખવામાં આવે તો તે પાણીમાં ભળી જાય છે. પરંતુ આ કુંડમાં વિજ્ઞાનના નિયમો ઉલટા પડી જાય છે.આ કોઈ સાંભળેલી કે જોયા વગરની વાત નથી, પરંતુ આ હકિકત છે. યૂપીના સીતાપુરના નૈમિષારણ્ય ધામની પાસે ગોમતી નદીના તટ પાસે અરવાસુર ગામમાં રુદ્રેશ્વર મહાદેવનું મંદિર છે. અહિંયા એક ચમત્કારીક કુંડ પણ છે. આ કુંડ વિશે એવું કહેવામાં આવે છે કે, અહિંયા આજે પણ એક જીવીત શિવલીંગ આવેવું છે.

આ અદભુત કુંડના પાણીમાં બીલીના પાંદડા જેવી હલકી વસ્તુઓ ડૂબી જાય છે, જ્યારે સફરજન, જામફળ અને દાડમ જેવા ભારે ફળ પાણીમાં તરે છે. આ ઉપરાંત અહીં બીજો ચમત્કાર પણ પાણીમાં જોવા મળે છે. આ કુંડમાં દૂધની ધાર કરવાથી દૂધ પાણીમાં તીરની જેમ પાણીને ચીરીને અંદર જાતું જોવા મળે છે.

આ અદભુત કુંડ સાથે એક પૌરાણીક પરંપરા પણ જોડાયેલી છે. ગોમતી નદીના કિનારે બનેલા આ કુંડની અંદર શિવલીંગને બાબા રુદ્રેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે, અહિંયા એક ચોક્કસ જગ્યા પર બિલીપત્ર કુંડના પાણીમાં ચાલ્યું જાય છે. અહિંયા ભગવાન શંકરના ભક્તોએ ઓમ નમ: શિવાયનો જાપ કરવાનો હોય છે. જ્યારે ભક્તો આ ચમત્કારીક શિવલીંગ પર ઓમ નમ: શિવાયનો જાપ કરે છે તો બિલીપત્ર,દૂધ અને ફળ સહિતની વસ્તુઓ પાણીમાં સમાય જાય છે. ત્યાર બાદ પ્રસાદ સ્વરૂપે માગવા પર એક ફળ પાણીમાં ઉપર આવે છે. મહાદેવના આ સાક્ષાત ચમત્કારને જોવા દૂર દૂરથી ભક્તો આવે છે.

શિવરાત્રિ અને શ્રાવણ મહિનામાં અહીં ભક્તોની ભીડ જામે છે. મોટી સંખ્યામાં લોકો અહીં ભગવાનનો ચમત્કાર જોવા દૂર દૂરથી આવે છે. મંદિરના જાણકારોનું કહેવું છે કે, કોઈ જૂના જમાનામાં આ જગ્યાએ પૌરાણીક શિવ મંદિર હતું. જે હાલમાં પાણીમાં સમાય ગયું છે. પરંતુ જ્યારે પણ નદીમાં પાણીનો પ્રવાહ ઓછો થાય છે ત્યારે તેના અવશેષ દેખાય છે.

YC