મીની સ્કર્ટ પહેરીને સીધી-સાદી દેખાતી મીરા રાજપૂતના દેખાયા બોલ્ડ તેવર, કહ્યું- “મેંગો આઈસ્ક્રીમ લાગી રહ્યા છો”

બોલીવડુ અભિનેતા એવા શાહિદ કપૂર અને પત્ની મીરા રાજપૂત રોમેન્ટિક કપલમાના એક માનવામાં આવે છે. મીરા જો કે ઈન્ડસ્ટ્રીથી દૂર છે છતાં તે લાઇમલાઇટમાં આવી જ જાય છે અને તેની લોકપ્રિયતા પણ કોઈ અભિનેત્રીથી કમ નથી.મીરા પોતાનું ફિટનેસનું પૂરું ધ્યાન રાખે છે અને તેની ફિટનેસ અને સુંદરતા અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે. બોલીવુડથી દૂર જો કે મીરા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક સુંદર તસવીરો શેર કરતી રહે છે.

હાલના દિવસોમાં મીરા શાહિદ કપૂર અને પોતાના બંને બાળકો સાથે યુરોપ વેકેશન માટે પહોંચી છે. જ્યારથી મીરા યુરોપમાં છે ત્યારથી તે લગાતાર પોતાની અને યુરોપની સુંદર વાદીઓની તસવીરો શેર કરતી રહી છે. એવામાં મીરાની એક સુંદર તસ્વીરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સામે આવેલી મીરાની લેટેસ્ટ તસ્વીરમાં તે ઓવરસાઈઝ ઓરેન્જ શર્ટ અને વ્હાઇટ મીની સ્કર્ટમાં જોવા મળી હતી.

મીરાંએ આ આઉટફિટમાં શર્ટના બટન ખુલ્લા રાખ્યા હતા  જેથી તેની બ્લેક બ્રાલેટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ આઉટફિટ સાથે મીરાંએ બ્લેક સન ગ્લાસ પહેર્યા હતા અને સાથે કોલ્હાપુરી ચપ્પલ પણ પહેર્યા હતા. હાથમાં હેટ પકડીને મીરાંએ અવનવા પોઝ આપ્યા હતા.લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળમાં મીરા ખુબ જ સુંદર લાગી રહી હતી. મીરાનો આ લુક ચાહકોને ખુબ પસંદ આવ્યો છે અને તેના લુકની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

એક યુઝરને તેના આ આઉટફિટને જોઈને મેંગો આઈસ્ક્રીમની યાદ આવી ગઈ હતી અને કમેન્ટ કરતા લખ્યું કે,”અમુલની ઇનસાઇડ આઉટ મેંગો આઇસ્ક્રીમ”. આ સાથે જ લોકોને આ આઉટફિટ સાથે કોલ્હાપુરી ચપ્પલ મેચ કરવું પણ ખુબ પસંદ આવ્યું છે. એવામા યુઝરોએ તેના ચપ્પલ પર કમેન્ટ કરતા લખ્યું કે,”કોલ્હાપુરી ચપ્પલ વગર બીચ આઉટફિટ ઈમેજીન પણ ન કરી શકાય”.અન્ય એક યુઝરે લખ્યું કે,”ચપ્પલ ખુબ પસંદ આવ્યા”.

તસવીરો શેર કરીને મીરાંએ કમેન્ટમાં લખ્યું કે,”બીચીસ અને પીચીસ, અહીં મારા જામ છે”. મીરાંએ અન્ય પણ તસવીર શેર કરી છે જેમાં જામની જાત જાતની બરણીઓ દેખાઈ રહી છે, જેને જોઈને લાગી રહ્યું છે કે મીરાને જામ ખાવું ખુબ પસંદ આવે છે. જણાવી દઈએ કે મીરાના ઇન્સ્ટા એકાઉન્ટ પર 3.7 મિલિયન ફોલોઅર્સ છે, અને તેની ફેશન અને સ્ટાઇલ અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

Krishna Patel