બોલીવુડના કબીર સીંગ જેના અભિનયના દીવાના કરોડો લોકો છે તેની પત્ની મીરા રાજપૂત પણ આવર નવાર તેના કપડાને લઈને લાઇમલાઇટમાં છવાયેલી જોવા મળે છે. ક્યારેક તેનો એરપોર્ટ લુક તો ક્યારેક જિમ લુક સોશિયલ મીડિયામાં છવાયેલો રહે છે. આ વખતે મીરા તેની દીકરી મિશા સાથે ગ્રોસરી શોપિંગ કરતા જોવા મળી અને ત્યાં જ તેના કપડાને લઈને ટ્રોલ થવા લાગી હતી.

આ દરમિયાન મીરાંએ પીળા રંગનો મીની સ્કર્ટ પહેર્યો અને સાથે સફેદ રંગનું શર્ટ પહેર્યું હતું, મીરાંનો આ ડ્રેસ જ ખુબ જ ચર્ચામાં રહ્યો. મીરા આ કપડામાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી પરંતુ કેટલાક લોકોને મીરાંનો આ લુક ના ગમ્યો અને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું.

મીરાની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે અને લોકો મીરાંને ટ્રોલ કરવાનું ચુકતા નથી, તો ઘણા લોકોએ મીરાના આ ડ્રેસ ઉપર ઘણી જ કોમેન્ટ પણ કરી છે.

એક વ્યક્તિએ તો કોમેન્ટ કરીને એમ જણાવ્યું કે:”આંટીએ મિશાનો સ્કર્ટ પહેરી લીધો છે.” તો બીજા એક યુઝર્સે કોમેન્ટ કરીને એમ પણ લખ્યું છે કે :”તેના બાળકે તેના કરતા મોટો ડ્રેસ પહેર્યો છે.” મીરા આ રીતે પોતાના કપડાં દ્વારા લાઇમલાઇટમાં આવતી હોય છે.