મીરા રાજપૂતે પહેર્યા એવા કપડા કે લોકોને આવી ગઇ મલાઇકા અને કરીનાની યાદ, ખરાબ રીતે ટ્રોલ કરી, જુઓ

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની આગળ બોલ્ડનેસે પણ ટેક્યા ઘૂંટણ, નાની 2-2 બાળકોની મમ્મીએ ટૂંકું ટૂંકું સ્કર્ટ પહેર્યું તો લોકોએ આડે હાથ લીધી- જુઓ PHOTOS

બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે ફિલ્મી દુનિયાની નથી. પરંતુ તેની સ્ટાઇલ અપીયરેંસ એકદમ ટોપ અભિનેત્રી વાળી છે. મીરાની સ્ટાઇલ ઘણી બ્રાઇટ-વાઇબ્રેંટ, યંગ છે. તે તેની હોટ ફેશનને કારણે અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે.

સોમવારે હસીનાને સ્પોટ કરવામાં આવી હતી. સ્ટાર પત્નીને મુંબઇના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન મીરા હંમેશાની જેમ કેમેરા સામે પોલાઇટ ફેસ અને ગ્લેમરસ લુકને કોન્ફિડેન્ટલી ફ્લોન્ટ કરતી જોવા મળી.

મીરાની ઘણી તસવીરો ત્યાં હાજર પેપરાજી દ્વારા ક્લિક કરવામાં આવી. મીરાને યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન હસીનાએ ખૂબ જ એટ્રેક્ટિવ ચીક લુક પસંદ કર્યો હતો.

મીરાનો આ લુક સિંપલ અને કેઝ્યુઅલ હોવાની સાથે સાથે બોલ્ડનેસનો તડકો લગાવી રહ્યો હતો. તેની બોડીને ફિટ બનાવી રાખવા માટે મીરાએ ટૂ પીસ સેપરેટ્સ સેટ્સ પહેર્યો હતો. તેમાં સ્પગૈટી ટોપ સાથે શોર્ટ લેંથ વાળી સ્કર્ટ સામેલ હતી. મીરાના આ આઉટફિટમાં ટોન્ડ લેગ ફ્લોન્ટ થતા જોવા મળી રહ્યા હતા. મીરા તેના ટેન્ડ લેગ્સને હાઇલાઇટ કરવાનો કોઇ પણ મોકો છોડતી નથી.

લેટેસ્ટ ફેશનથી પોતાને અપડેટ રાખવા વાળી મીરા રાજપૂતે તેના માટે ક્લાસિક ક્લોથ્સ પસંદ કર્યા હતા. જેમાં તેણે મીની સ્કર્ટને કટઆઉટ સ્લીવ્સ વાળા ટોપ સાથે મેચ કર્યો હતો. ટોપમાં લો કટ નેકલાઇન બનેલી હતી. જેમાં બેકસાઇડ પણ મેચિંગની ડિટેલિંગ એડ કરવામાં આવી હતી.

ટોપને એટ્રેક્ટિવ બનાવવા માટે નેકલાઇનના ફ્રંટમાં સ્કેલપ્ડ એડેડ V શેપ પેટર્ન ક્રિએટ કરી હતી. જે અપર પોર્શનને ટચ આપી રહ્યો હતો અને સાથે સાથે લુકના સ્ટાઇલ કોશંટને જબરદસ્ત રીતે વધારી રહ્યો હતો.

આ જ લુક પર સોશિયલ મીડિયા પર મીરાને ટ્રોલ કરવામાં આવી રહી છે. યુઝર્સ મીરા વિરૂદ્ધ ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. મીરાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મીરાએ બ્રાઉન કલરનું સ્લીવલેસ ટોપ અને સાટિનની પોલ્કા વાળી મીની સ્કર્ટ પહેરી હતી અને આ સાથે તેણે માસ્ક કેરી કર્યુ હતુ. બે બાળકોની માતા હોવાને કારણે તેનું ડ્રેસિંગ યુઝર્સને કદાચ પસંદ ન આવ્યુ અને તેને લઇને મીરાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ.

Image source

એક યુઝરે લખ્યુ કે, દીકરીની સ્કર્ટ પહેરી લીધી કે શુ ? તો બીજા એક અન્ય યુઝરે લખ્યુ કે, શું આને ઓવર એક્ટિંગ કરવાની શરૂ કરી દીધી છે ? એક બીજા યુઝરે લખ્યુ કે, આ પણ ફ્રીમાં છવાઇ ગઇ.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

એકે તો મીરાની તુલના કરીના સાથે કરી દીધી અને લખ્યુ કે, કરીના પાસે સારી ફેશન સેંસ છે. બીજા એકે લખ્યુ કે, મલાઇકા અરોરાની જેમ ડ્રેસ અને એક્સપોઝ કરવાની કોશિશ કરી રહી છે. ત્યાં જ બીજા એકે લખ્યુ કે, શાહિદની પત્ની હોવા ઉપરાંત શુ અચીવમેંટ છે. તો અન્ય એકે લખ્યુ કે, મીરા નામની પવિત્રતા ખરાબ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani)

Shah Jina