ફિલ્મી દુનિયા

જ્યારે બેડરૂમ સિક્રેટના સવાલ ઉપર શરમાઈ ગયો હતો શાહિદ કપૂર, પરંતુ પત્ની મીરાંએ આપ્યો હતો જવાબ

પત્ની મીરા રાજપૂતે એવો જવાબ આપ્યો કે લોકો બોલ્યા થોડીક તો શરમ રખાય ને…

બોલીવુડના કપલમાં અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતની જોડીને ખુબ જ પસંદ કરવામાં આવે છે. મીરા રાજપૂત એક મિડલક્લાસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે તે છતાં પણ મીરા ફેશન અને સ્ટાઇલના મામલામાં બોલીવુડની અભિનેત્રીઓને પણ માત આપે એવી છે,બંને વચ્ચે ઉંમરમાં પણ 14 વર્ષનું અંતર છે તે છતાં પણ બંને વચ્ચેનો પ્રેમ ઘણા પ્રસંગોમાં જોઈ શકાય છે. મીરા અને શાહિદને બે બાળકો પણ છે. મીરાં તેના બોલ્ડનેસ અંદાજ માટે પણ જાણીતી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન મીરાંએ બેડરૂમ સિક્રેટના રહસ્યો પણ ખોલ્યા હતા.

Image Source

મીરાં અને શાહિદની જોડી એકવાર નેહા ધૂપિયા ટોક શોની અંદર પહોંચી હતી. ત્યારે આ શોની અંદર તેમને એક તમારી ગમતી સેક્સ પોઝિશન વિષે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ સવાલ સાંભળીને શાહિદ સર્માઈ ગયો હતો અને ચૂપ થઇ ગયો હતો.

Image Source

જો કે મીરાંએ આ પ્રશ્નનો જવાબ જરૂર આપી દીધો હતો અને શાહિદ શરમાતા મીરાંને જોઈ રહ્યો. મીરાની આ બોલ્ડનેસના તો ઘણા લોકો દીવાના બની ગયા હતા. શાહિદની થોડી ખામોશી પછી તરત મીરાંનું કહેવું હતું કે તેમને લાગે છે શાહિદ બેડરૂમમાં બહુ જ સંયમિત રહે છે.

Image Source

મીરા જણાવે છે કે શાહિદ તેને હંમેશા જણાવે છે કે શું કરવાનું છે અને શું નહિ. મીરાંનો આ જવાબ સાંભળીને શાહિદ શ્રમથી લાલ થઇ ગયો હતો. હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે તો તો શાહિદ અને મીરાં જ જાણતા હશે.

Image Source

શાહિદની છેલ્લી ફિલ્મ કબીર સિંહ ખુબ જ હિટ રહી અને ત્યારબાદ શાહિદે ફિલ્મ “જર્સી”નું શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું, પરંતુ આ દરમિયાન તેને થોડું વાગવા ના કારણે તે પોતાના ઘરે આવી ગયો હતો.

Image Source

ઘરે આવ્યા બાદ લોકડાઉન થઇ જવાના કારણે શૂટિંગ બંધ થયા હતા અને શાહિદ પોતાના પરિવાર સાથે જ સમય વિતાવી રહ્યો હતો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.