આખરે કોણ છે શાહિદ કપૂરની મીરાનો ક્રશ? ખુલ્યું રાઝ
બોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. બોલિવુડનો પાર્ટ ન હોવા છત્તાં તેની પોપ્યુલારિટી કોઇ સેલિબ્રિટીથી ઓછી નથી.
હાલમાં જ મીરાએ એક સવાલ-જવાબ સેશનમાં પોતાના ક્રશ વિશે ખુલાસો કર્યો હતો. તેમનો ક્રશ પતિ શાહિદ કપૂર નહિ પરંતુ ,સાઉથ આફ્રિકાના ક્રિકેટર એબી ડીવિલયર્સ છે.
સેશન દરમિયાન મીરાએ તેના ક્રશથી લઇને તેના માથા પરના નિશાન વિશે ખુલીને વાત કરી હતી. મીરા રાજપૂતને જયારે તેના ક્રશ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે “એબી ડીવિલયર્સ”નું નામ લીધું.
મીરા રાજપૂતના માથા પર એક નિશાન છે, જયારે આ વિશે પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ, હું 3 વર્ષની હતી અને બધા બાળકોની જેમ બેડ પર કૂદી રહી હતી. હું પડી ગઇ અને મને બેડનો ખૂણો વાગી ગયો. તેને પરિવારના સભ્યો વિશે વાત કરતા પિતાને પોતાના ફેવરિટ જણાવ્યા.
મીરા રાજપૂતે ક્રશ ઉપરાંત પણ અનેક સવાલોના જવાબ આપ્યા હતા. જયારે તેને નેટફ્લિક્સના પસંદગીતા શો વિશે પૂછવામાં આવ્યુ તો તેણે “શિટ્સ ક્રિક” જણાવ્યુ. મીરા રાજપૂતે અનેક સવાલોના જવાબ આપ્યા હતા જેેની ખૂબ ચર્ચા થઇ રહી છે. થોડા દિવસો પહેલા તેણે શાહિદ કપૂર સાથે વેકેશનની તસવીરો શેર કરી હતી જેને કારણે તે ચર્ચામાં રહી હતી.
મીરાએ પ્રેગ્નેંસીમાં વજન ઘટાડવાને લઇને પણ વાત કરી હતી. તેણે કહ્યુ, ડિલીવરી બાદ ધીરે ધીરે તેનું વજન ઓછુ થયું. પરંતુ વજન ઘટાડવા માટે સૌથી જરૂરી અને બરાબર માત્રામાં ખાવાનું તેમજ વર્કઆઉટ છે.
તમને જણાવી દઇએ કે, શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા. મીરા અને શાહિદના બે બાળકો છે. તેમને એક દીકરી મીશા છે અને એક દીકરો જૈન છે. મીરા અને શાહિદની ઉંમરમાં 13 વર્ષનું અંતર છે.