2 બાળકોની માતા મીરા રાજપૂતે શેર કરી બોલ્ડ તસવીર, સોશિયલ મીડિયામાં તસવીર વાયરલ

શાહિદ કપૂરની પત્ની મીરાએ શેર કરી એવી બોલ્ડ તસવીર કે જોઇ કરીના ખાન દીપિકા- આલિયાને પણ થઇ જશે જલન

Image Sourceબોલિવુડ અભિનેતા શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ન હોય, પરંતુ તે આ ઇન્ડસ્ટ્રીના રંગમાં રંગાઇ ચૂકી છે. પહેલા મીરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી ન હતી અને હવે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો શેર કરતી રહેતી હોય છે.

મીરાની સોશિયલ મીડિયા પર ખૂબ જ સારી ફેન ફોલોઇંગ છે. સોશિયલ મીડિયા પર તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહેતી હોય છે. ફરી એકવાર મીરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે.

મીરાની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં મીરા ઘણી બોલ્ડ લાગી રહી છે. તેમજ તેનો ગ્લેમરસ અવતાર પર જોવા મળી રહ્યો છે.

મીરા આ તસવીરમાં પ્રિટેંડ મોનોકિનીમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે ફ્લોરલ સ્ટોલ અને સનગ્લાસેસ પણ કેરી કર્યા છે. મીરાએ આ તસવીર શેર કરતા લખ્યુ છે કે, ગડબડ થયાની થોડી મિનિટો પહેલા.

 

View this post on Instagram

 

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor)

સોશિયલ મીડિયા પર આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. એક યુઝરે મીરાની આ તસવીરને કિલર કહી છે તો બીજા એક અન્ય યુઝરે તેને દીવા કહ્યુ છે. તમને જણાવી દઇએ કે, મીરા અને શાહુદ કપૂર સાથે વેકેશન મનાવી રહ્યા છે. જો કે, તેમણે તેમની આ લોકેશનનો હાલ ખુલાસો કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે, શાહિદ કપૂર અને મીરા રાજપૂતના લગ્ન 7 જુલાઇ 2015ના રોજ થયા હતા. બંનેને એક દીકરી મીશા અને એક દીકરો જેન છે. શાહિદ આ દિવસોમાં તેની અપકમિંગ ફિલ્મ “જર્સી”માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે તેના પિતા પંકજ કપૂર અને મૃણાલ ઠાકુર સાથે જોવા મળશે.

Shah Jina