અરે રે ! આ શુ થઇ ગયુ શાહિદ કપૂરની પત્નીને…મીરાના લુક્સથી પરેશાન ચાહકોએ પૂછ્યુ- કેમ કરાવી સર્જરી…

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની સોશિયલ મીડિયા પર ઘણી સારી ફેન ફોલોઇંગ છે. મીરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. મીરાએ હાલમાં જ તેનો નવો લુક શેર કર્યો છે, જેમાં તેનો લુક ખૂબ જ બદલાયેલો લાગી રહ્યો છે.

મીરા રાજપૂતે તેના આ નવા લુકની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. તેણે ઇન્સ્ટા સ્ટોરીમાં જે તસવીર શેર કરી છે, તે જોઇને ચાહકો ઘણા હેરાન અને પરેશાન છે. મીરાએ મોટા લિપ્સ વાળા કેટલાક વીડિયો શેર કર્યા છે. તે આ લુકમાં અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં મીરાના હોઠ ઘણા મોટા લાગી રહ્યા છે અને તેનો ચહેરો પણ બદલાયેલ લાગી રહ્યો છે. તેની તસવીરો અને વીડિયો જોઇ એવું લાગી રહ્યુ છે કે તેણે લિપ સર્જરી કરાવી છે. પરંતુ તમને જણાવી દઇએ કે, હકિકતમાં મીરાએ કોઇ સર્જરી કરાવી નથી. પરંતુ તેણે વીડિયોમાં ઇન્સ્ટા ફિલ્ટરનો ઉપયોગ કર્યો છે.

મીરાએ હાલમાં જ તેના ઘરની અંદરનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં બધાના હાથમાં ફોન જોવા મળી રહ્યો હતો અને ઇશાન તે સમયે વીડિયો બનાવતા જોવા મળ્યા હતા. મીરા કયારેક વર્કઆઉટ કરતા તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. તે ઘણીવાર પરિવાર સાથેની તસવીરો અને વીડિયો પણ શેર કરતી રહે છે. મીરા તેના સ્ટાઇલિશ અંદાજને લઇને ઘણીવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે.

તમને જણાવી દઇએ કે, 7 જુલાઇ 2015ના રોજ શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા. તે બંનેના અરેન્જ મેરેજ હતા. તેઓ હાલ બે બાળકોના પેરેન્ટ્સ છે. તેમને એક દીકરી મીશા અને એક દીકરો જૈન છે. મીરા ઘણીવાર બાળકો સાથેની વીડિયો શેર કરતી રહે છે.

Shah Jina